કેદીએ ડિપ્રેશનમાં આવી જીવન ટૂંકાવ્યા હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ
રાજકોટની મધ્યસ્થ જેલમાં કેદીઓના આપઘાત અને આપઘાતની કોશિશના બનાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક કેદીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.જેમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલા કેદીએ ડિપ્રેશનમાં આવી આપઘાત કર્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.
આ અંગે બનાવવાની મળતી માહિતી પ્રમાણે દુષ્કર્મના કેસમાં રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા કાપી રહેલા કાચા કામના કેદી દિપક હરજન (ઉં.વ.20) એ ગઈ કાલે મધ્યસ્થ જેલ 2માં યાર્ડ નંબર 3માં વહેલી સવારે બાથરૂમમાં ચાદર વડે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ આપઘાત અંગે જાણ થતા જેલ સ્ટાફ દ્વારા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તબીબે મૃત જાહેર કર્યા બાદ પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.
આપઘાત કરનાર દિપક મૂળ યુ.પી.ના મિરઝાપુરનો વતની હતો, હાલ કોઠારીયા ગામમાં મચ્છનગર પચ્ચીસવારીયા ક્વાર્ટરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પોલીસે પ્રાથમિક તપાસ કરતાં ડિપ્રેશનને કારણે આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.ઉલ્લેખનિય છે કે ગોંડલ રોડ પર રહેતા એક યુવક સામે થોડા સમય પહેલા એ-ડિવિઝન પોલીસ મથકમાં કિશોરીના અપરણ અંગે ગુણો નોંધાયો હતો જે રીતે જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે તેને પણ કોઈ કારણોસર આપઘાત કરી લીધો હતો. હાલ સમગ્ર મામલે આ પ્રકરણની એસીપીને તપાસ સોંપી વધુ કાર્યવાહી હાથ કરવામાં આવી છે.