સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી: ઘટનામાં કોઈ ગંજેરી શખ્સની સંડોવણી હોવાની શંકા
શહેરની ભાગોળે થોરાળા વિસ્તારમાં આવેલા ૮૦ ફૂટ રોડ પર અને ભાવનગર રોડ પર આવેલ આરએમસીના કંઝર્વન્સી વિભાગની સામેના ભાગે ફુટપા પર ઝુંપડી બનાવીને રહેતા બાબરાના શ્રમિક પરિવારની માસુમ બાળકીને કોઈ અજાણ્યા શખ્સ ઉઠાવી જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા નરાધમ સામે ચારેબાજુી ફીટકાર વરસી રહ્યો છે. ગંભીર ઘટનાના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી નરાધમને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવ્યાની સો શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રૂા.૫૦ હજારનું ઈનામ માહિતી આપનારને આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આ ઘટનાની માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રીના ૮૦ ફૂટ રોડ પર અમુલ ચોકડી પાસે આવેલા ખુલ્લા વિસ્તારમાં ઝુંપડુ બનાવી રહેતા બાબરાના શ્રમિક પરિવારના સભ્યો સુતા હતા ત્યારે મોડી રાત્રીના ભાઈની સો સુતેલી ૭ વર્ષની માસુમ બાળકીને કોઈ અજાણ્યો શખ્સ ગોદડામાં વીટોળી ઉઠાવી ગયો હતો. ત્યાંી થોડુ દૂર આવેલ અવાવરુ જગ્યાએ નરાધમ શખ્સે બાળકી સો દુષ્કર્મ આચરી હેવાનીયતભર્યું કૃત્ય આચર્યું હતું. ભાઈની સો સુતેલી ૭ વર્ષીય બાળકી ગુમ ઈ જતાં પરિવારજનોએ બાળકીની શોધખોળ આસપાસના અવાવરૂ વિસ્તારમાં શરૂ કરી હતી. તે દરમિયાન સામેના ભાગે આવેલા વેબ્રીજ તરફી બાળકી દોડતી દોડતી લોહીલુહાણ હાલતમાં આવીને તેની માતાને ભેટી ગઈ હતી. બનાવ અંગેની જાણ તેની માતાને કરવામાં આવતા અને બાળકી સાથે હેવાનીયતભર્યું કૃત્ય કોઈ અજાણ્યા શખ્સે આચર્યું હોવાની જાણ શ્રમિક પરિવારને તાંની સો જ પગ નીચેી જમીન સરકી ગઈ હતી અને પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા.
બનાવ અંગેની જાણ થોરાળા પોલીસ મથકે કરવામાં આવતા ઈન્ચાર્જ પીઆઈ એસ.એન.ગડુ, પીએસઆઈ પી.ડી.જાદવ, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ, રોહિતભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્ળે દોડી ગયા હતા અને બાળકીને પ્રમ સારવારમાં સરકારી હોસ્પિટલે ખસેડી હતી. બનાવની જીણવટભરી માહિતી મેળવવા પોલીસની અલગ અલગ ટીમો બનાવી બાળકી પર હેવાનીયત ગુજારનાર નરાધમને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા અને આસપાસમાં આવેલ કારખાના, વેબ્રિજના સીસીટીવી ફૂટેજ મેળવી નરાધમને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
બાળકી પર દુષ્કર્મની ઘટના બની હોવાની વાત શહેરમાં વાયુવેગે ફેલાઈ જતાં આ કૃત્ય આચરનાર નરાધમ સામે ચોતરફી ફીટકાર વરસી રહ્યો હતો. શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને અપીલ કરી છે કે, આ શખ્સની કોઈ માહિતી આપશે તેને રૂા.૫૦,૦૦૦નું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. બીજી તરફ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આ વિસ્તારમાં નશો કરેલી હાલતમાં અવાવરૂ સ્થળૅ એ કે જાહેરમાર્ગોના ખુણે ખાચરે પડયા પાર્યા રહેતા શખ્સોની પુછપરછ હા ધરવામાં આવી છે. આ બનાવમાં કોઈ નશાખોર કે ગંજેરી શખ્સની સંડોવણી હોવાની પોલીસને દ્રઢ શંકા હોવાી આવા લોકોની પોલીસે પુછપરછ અને સઘન તપાસ હાથ ધરી છે.