- રાજકોટ બેઠક ઉપર એક અપક્ષનું ફોર્મ પાછું ખેંચાયું: હવે 9 ઉમેદવાર મેદાનમાં બપોરે પ્રતિક ફાળવણી
- સાંજે બેલેટ પેપર છપાવવા આપી દેવાશે : આવતા રવિવારે તમામ 2236 મતદાન મથક ઉપર જઈ ચકાસણી થશે
રાજકોટ ન્યૂઝ : 10 રાજકોટ લોકસભા બેઠકમાંથી એક અપક્ષ ઉમેદવારે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. એટલે હવે 9 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. હવે ચૂંટણી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. બપોરે પ્રતીક ફાળવણી અને બાદમાં સાંજે બેલેટ પેપર છપાવવા આપી દેવામાં આવશે.
10-રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે ગઈકાલે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી, જનરલ ઓબ્ઝર્વર ભવાનીસિંહ દેથા, નિવાસી અધિક કલેક્ટર ચેતન ગાંધી તેમજ રાજકીય પક્ષોના ઉમેદવારો, પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 19મી એપ્રિલ સુધીમાં ભરાયેલા કુલ 16 નામાંકનમાંથી 10 ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા હતા, જ્યારે 6 ફોર્મ અમાન્ય રહ્યા હતા.
જે ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે, તેમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર પરશોત્તમભાઈ ખોડાભાઈ રૂપાલા, બહુજન સમાજ પાર્ટીના સવસાણી ચમનભાઈ નાગજીભાઈ, ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના ધાનાણી પરેશકુમાર તેમજ સાત અપક્ષ ઉમેદવારોમાં દેશાણી અમરદાસ, સિંધવ પ્રકાશભાઈ ગોવિંદભાઈ, આચાર્ય ભાવેશભાઈ ઉપેન્દ્રભાઈ, ઝાલા નયનકુમાર, અજાગીયા નિરલભાઈ અમૃતલાલ, લુહાર જીજ્ઞેશ રાજેન્દ્રભાઈ, ભાવેશભાઈ કે. પીપળીયાનો સમાવેશ થાય છે.
જે ઉમેદવારોના ફોર્મ અમાન્ય ઠર્યા છે તેમાં વેગડા રામજીભાઈ ગોવિંદભાઈ, મેરાણ રૂડાભાઈ વાલજીભાઈ, સુભાષ અંબાશંકર પંડ્યા, સોની મહાજન નરેન્દ્રભાઈ અમૃતલાલનો સમાવેશ થાય છે. તેમજ વૈકલ્પિક ઉમેદવાર હોવાથી ભારતીય જનતા પાર્ટીના મોહનભાઈ કલ્યાણજીભાઈ કુંડારિયા તેમજ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના વસાવડા હેમાંગભાઈ હરિશચંદ્રભાઈના ફોર્મ અમાન્ય ઠર્યા હતા. આજ રોજ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે દેશાણી અમરદાસે ફોર્મ પરત ખેંચ્યું છે.
આમ, રાજકોટ લોકસભા બેઠક પર હવે 9 ઉમેદવારો છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ, 7મી મેના રોજ સવારે 7થી સાંજે 6 કલાક સુધી મતદાન થશે. બીજી તરફ 3 વાગ્યે પ્રતિક ફાળવણી થવાની છે. ત્યારબાદ સાંજે બેલેટ પેપર છાપવા માટે આપવામાં આવશે. આવતા રવિવારે તા.27મીએ તમામ 2236 મતદાન મથક ઉપર જઈ ચકાસણી કરી બીએલઓને શુ જરૂરત છે તેની યાદી આપશે.
80 પ્લસ 22023 ઉમેદવારો રાજકોટ જિલ્લામાં નોંધાયેલ છે જેમાંથી 954 લોકોએ જ ઘરબેઠા મતદાન માટે હા કહી એ જ રીતે 11000 જેટલા દિવ્યાંગ હતા તેમાંથી 282 દિવ્યાંગ લોકોએ ઘેર બેઠા કરશે. રાજકોટ જિલ્લામાં 5- 1 સુધીમાં 2334861 મતદાર હતા જેમાં રાજકોટ લોકસભામા 2096366 હતા. 19 – 4ની સ્થિતિએ જિલ્લામાં 2350509 મતદાર થયાં એટલે કે 15648 મતદાર વધ્યા છે જ્યારે 10 રાજકોટ સંસદીય મત વિસ્તારમાં 2096366 હતા જેમાં 19- 4ની સ્થિતિએ 15907 વધ્યા હવે 2112273 થયા છે.