સબસિડીવાળો સિલિન્ડર2.42 રૂપિયા સુધો મોંઘો
પેટ્રોલ-ડીઝલ બાદ હવે એલપીજી પણ મોંઘું થઈ ગયું છે. સબસિડીવાળા સિલિન્ડરનો રેટ 2.42 રૂપિયા સુધી વધ્યો છે. સબસિડી વગરના સિલિન્ડર49.50 રૂપિયા સુધી મોંઘો થયો છે. દિલ્હીમાં ઈન્ડેન ગેસનો સબસિડીવાળો 14.2 કિલોનો સિલેન્ડર 493.55 રૂપિયાનો થઈ ગયો છે. મુંબઈમાં કિંમત 491.31 રૂપિયા થઈ ગઈ છેદિલ્હીમાં સબસિડીવાળો સિલિન્ડર2.34 રૂપિયા અને સબસિડી વગરનો સિલિન્ડર48 રૂપિયા મોંઘો થયો છે.હોટલ અને રેસ્ટોરાંમા ઉપયોગમાં લેવાતો સિલિન્ડર77 રૂપિયા મોંઘો થઈને હવે 1244.50 રૂપિયા થઈ ગયો છે.
સબસિડી વાળા સિલિન્ડર ગેસના રેટ
શહેર | હવે | પહેલાં | કેટલો ભાવ વધારો? |
દિલ્હી | રૂ. 493.55 | રૂ. 491.21 | રૂ. 2.34 |
મુંબઈ | રૂ. 491.31 | રૂ. 488.94 | રૂ. 2.37 |
કોલકાતા | રૂ. 496.65 | રૂ. 494.23 | રૂ. 2.42 |
ચેન્નાઈ | રૂ. 481.84 | રૂ. 479.42 | રૂ. 2.42 |
(1 જૂનથી ઇન્ડેન ગેસના રેટ)
સબસિડી વગરના સિલિન્ડરરૂ. 49.50 સુધી મોંઘો
શહેર | હવે | પહેલાં | કેટલો ભાવ વધારો |
દિલ્હી | રૂ. 698.50 | રૂ. 650.50 | રૂ. 48 |
મુંબઈ | રૂ. 671.50 | રૂ. 623 | રૂ. 48.50 |
કોલકાતા | રૂ. 723.50 | રૂ. 674 | રૂ. 49.50 |