ડેમની સપાટી 128.01 મીટરે પહોંચી: સુરતવાસીઓ માટે માઠા સમાચાર: ઉકાઇ
ડેમ ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ જ દૂર: તાપીમાં ડેમનું પાણી છોડાયુ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ઉપરવાસના વિસ્તારોમાંથી પાણીની આવક ચાલુ રહેતા છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની સપાટીમાં 95 સે.મી.નો વધારો થવા પામ્યો છે. 138.68 મીટરે ઓવર ફ્લો થતા નર્મદા ડેમની સપાટી આજે સવારે 128.01 મીટરે પહોંચી જવા પામી છે. ડેમમાં પ્રતિ સેક્ધડ 28275 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.
બીજી તરફ ઉકાઇ ડેમ ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ જ દૂર છે. આજે સવારે ડેમના 22 પૈકી 11 દરવાજાઓ છ ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. જો પાણીની આવક ઓછી નહીં થાય તો ઉકાઇના પાણી તાપી નદી થકી સુરત શહેરમાં ઘૂસી જશે.
ઉપરવાસના વિસ્તારોમાં પડી રહેલા સતત વરસાદના કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન નર્મદા ડેમની સપાટીમાં 95 સે.મી. વધારો થયો છે. હાલ ડેમની જળ સપાટી 128.01 મીટરે પહોંચી જવા પામી છે અને ડેમ કુલ સંગ્રહશક્તિના 68 ટકા ક્યુસેક ભરાય ગયો છે. પ્રતિ સેક્ધડ 28275 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ડેમ કુલ 138.68 મીટરે ઓવર ફ્લો થાય છે.
સુરતવાસીઓ માટે માઠા સમાચાર મળી રહ્યાં છે. 345 ફૂટની ભયજનક સપાટી ધરાવતા ઉકાઇ ડેમની સપાટી આજે સવારે 344.06 ફૂટે પહોંચી જવા પામી છે. ઉકાઇ ડેમના 22 પૈકી 11 દરવાજા 6 ફૂટ ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપીના પાણી શહેરમાં ઘૂસી જવાની પણ ભીતી ઉભી થવા પામી છે.