દાદરા નગર હવેલીમાં ફરી પાછી એક ચોરીની ઘટના નોંધાય છે. દાદરા નગર હવેલીની સિલ્વાસાની સોસાયટી ધનલક્ષ્મી બિલ્ડિંગ રૂમ નંબર 201માં ચોરીનો બનાવ સામે આવ્યો છે. ચોરીનો બનાવ રાત્રે 12 થી 2 વાગ્યાની વચ્ચે બન્યો હશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ ચોરીનો બનાવ પહેલો નથી, આની પહેલા પણ નાની-મોટી ચોરીઓ થઈ છે.

ધનલક્ષ્મી બિલ્ડિંગમાં ભાડાના મકાનમાં રહેતા કિસાન મોલ્ડિંગ લિમિટેડમાં મેનેજરની પોસ્ટ પર કાર્ય કરતા વૃદ્ધ દંપતીના ઘરે ચોરી થઈ હતી. ચોરીમાં અંદાજિત 5 થી 7 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાં ચોરાયા છે. આ સાથે થોડા રોકડા રૂપિયા પણ હતા. સૌથી અગત્યની વાત એ કે ચોરની સામે જ લેપટોપ પડ્યું હતું, પણ તે લેપટોપને અડ્યો પણ નહીં.

મળતી માહિતી મુજબ ચોર આ ઘરમાં બારીમાંથી પ્રવેશ્યો હતો. પછી તેને રૂમનો દરવાજો બંધ કરી ગોદરેજની તિજોરી તોડી હતી. તિજોરીમાંથી સોનાનું મંગલ સૂત્ર, વીંટી, ચેન, લોકેટ, બંગડી અને ચાંદીમાં ગ્લાસ, થાળી, અને બીજી અન્ય વસ્તુઓની ચોરી કરી ગયા હતા.

વૃદ્ધ મહિલાએ કહ્યું કે, ‘તે રાતે લગભગ 2 વાગે બાથરૂમ કરવા ઉભી થઈ તો તેને રૂમનો દરવાજો બંધ અને અંદર લાઈટ ચાલુ જોય. મહિલાને શક જતા તેને પાડોસીઓને ઉઠાડીયા અને પોલીસને ફોન કર્યો. પોલીસે આવી દરવાજો તોડ્યો અને જોયું તો તિજોરી ખુલી અને ખાલી હતી.’ હાલ પોલીસ આ બાબતની તાપસ કરી છે. પરંતુ પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી છે તેવું જાણવા મળ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.