- માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર યુવકે યુવતીનું ગળું કાપ્યું
- યુવતીનું ગળું કાપ્યા બાદ યુવકે પોતાના ગળે મૂક્યું ચપ્પુ
- યુવતીનું ઘટનાસ્થળે મો*ત, યુવક સારવાર હેઠળ
સુરતમાં ફરી એકવાર ગ્રિષ્મા કાંડ જેવી ઘટના બની હતી. અહીં એક યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપી નાખતાં ચકચારી હ-ત્યા કરી હતી. જોકે યુવતીની હ-ત્યા બાદ પોતે પણ આ યુવકે ચપ્પા વડે પોતાનું ગળી કાપી લીધાની જાણકારી મળી રહી છે. તેમજ આ ઘટના માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર બની હતી.
માંગરોળના વાંકલ- બોરિયા માર્ગ પર યુવકે-યુવતીને ચપ્પુ પડે ગળું કાપી નાખ્યું હતું. યુવતીનું ઘટનાસ્થળે મો*ત નીપજ્યું હતું. તેમજ યુવતીને PM અર્થે માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ હતી. યુવતીને મો*તને ઘાટ ઉતાર્યા બાદ યુવકે પોતાનું ગળું કાપ્યું હોવાની પ્રાથમિક વિગત મળી હતી. યુવક નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વરનો રહેવાસી હોવાની પ્રાથમિક વિગત સામે આવી હતી. આ ઉપરાંત યુવકને વધુ સારવાર અર્થે સુરત સિવિલ ખસેડાયો હતો.
આરોપીની ઓળખ જાહેર કરાઈ
પ્રાથમિક અહેવાલ અનુસાર હુ-મલાખોર યુવક નર્મદા જિલ્લાના ગરુડેશ્વરનો વતની હતો. હાલ તે પોતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે પીડિતા મૃ-ત્યુ પામી ચૂકી છે. હુ-મલાખોર યુવકે પોતાના ગળા પર 3 ઈંચ જેટલો ચપ્પુ વાગી ગયો હતો. આ ઉપરાંત યુવતીનું ઘટનાસ્થળે મૃ*ત્યુ થયા બાદ તેના મૃ*તદેહને PM માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. જ્યારે હુ*મલાખોર યુવકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ ઘટના અંગે અનુસાર માહિતી મુજબ, સુરત જીલ્લામાં વહેલી સવારે હૃદય કંપાવનારી ઘટના બની હતી. માંગરોળના વાંકલ-બોરિયા માર્ગ પર આ ઘટના બની હતી. જ્યાં યુવકે યુવતીનું ચપ્પુ પડે ગળું કાપી નાખ્યું હતું. જેના પગલે યુવતીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. યુવતીને પી.એમ અર્થે માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ છે. જ્યારે યુવતીને મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવકે પોતાનું ગળું કાપ્યું હોવાની પ્રાથમિક વિગત સામે આવી રહી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય