ડાકોરમાં બિરાજમાન કાળીયા ઠાકરના વીઆઈપી દર્શન માટે ચાર્જ વસુલવાનો ટેમ્પલ કમિટી દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી દેશભરનાં ભાવિકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. આ વિવાદાસ્પદ નિર્ણય અંગે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આજે ડાકોર ટેમ્પલ કમિટીની બેઠક મળશે જેમાં વીઆઈપી દર્શનનો ચાર્જ યથાવત રાખવો, ઘટાડવો કે નાબૂદ કરવો તે અંગે નિર્ણય લેવામાંઆવશે.ડાકોરમાં બિરાજમાન રણછોડરાયજીના દર્શન માટે ભાવિકોએ લાંબી લાઈનમાં ઉભુ રહેવું ન પડે તે માટે ટેમ્પલ કમિયી દ્વારા નાણા વસુલી વીઆઈપી દર્શનની સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટેમ્પલ કમિટીની આજે મહત્વપૂર્ણ બેઠક: વીઆઈપી દર્શનનો ચાર્જ મૂલતવી રખાય તેવી સંભાવના
જેમાં મહિલા દર્શનાર્થીઓ માટે વીઆઈપી દર્શનના રૂ.250 અને પુરૂષ દર્શનાર્થીઓ માટે રૂ.500 નિયત કરવામાં આવ્યા હતા. આ નિર્ણય બાદ ભાવિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો છતા સામાન્ય છૂટછાટ સાથે વીઆઈપી દર્શન યથાવત રાખવામાં આવ્યો હતો.નાણા વસુલીને વીઆઈપી દર્શન અંગે હજી વિવાદ ચાલુ હોય આજે મળનારી ડાકોર ટેમ્પલ કમિટીની બેઠકમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.