વિશ્વની સૌથી પ્રાચીન અને વૈજ્ઞાનિક ‘દેવભાષા’
દેશની ત્રણ ‘ડીમ્ડ’ સંસ્કૃત યુનિવર્સિટીઓને સેન્ટ્રલ યુનિવર્સિટીમાં ફેરવવાનો કેબિનેટમાં નિર્ણય લઈને મોદી સરકાર સંસ્કૃતના પ્રખર ચાહક સુષ્મા સ્વરાજને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા છે
ભારતની પૌરાણિક સંસ્કૃતિ અને ભાષા દાયકાઓથી વિશ્ર્વભરનાં લોકોને આકર્ષતા રહ્યા છે. ભારતમાં હાલમાં બોલાતી મોટાભાગની ભાષાઓની માતૃભાષા ગણાતી સંસ્કૃતને દેવભાષા ગણવામાં આવે છે હિન્દુ ધર્મના તમામ પૌરાણિક વેદ, ઉપનિષદ, ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. અતિ પૌરાણીક ગણાતી સંસ્કૃત ભાષામાં દરેક શબ્દના અલગ અર્થ થતા હોય તેને હાલમાં વિશ્ર્વમાં બોલાતી તમામ ભાષાઓમાંથી સંપૂર્ણ વૈજ્ઞાનિક ભાષા માનવામાં આવે છે. આવી અતિસમૃધ્ધ સંસ્કૃત ભાષા કાળક્રમે ભારતીયોની બોલાચાલીમાંથી નીકળી જવા પામી હતી. જેના કારણે આ ભાષા ધીમેધીમે મૃત:પ્રાય બનતી જાય છે. વૈજ્ઞાનિકોએ ટોકીંઝ કોમ્પ્યુટર બનાવવા માટે સંસ્કૃતને શ્રેષ્ઠ ભાષા માની છે. ત્યારે દેશ વિદેશમાં સંસ્કૃતને ફરીથી લોકભાષા બનાવવા કેન્દ્રની મોદી સરકારે કમર કસી છે. જેના ભાગરૂપે દેશની ત્રણ ‘ડીમ્ડ’ સંસ્કૃત યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવાનો કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રીમંડળે ગઇકાલે કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી બિલ ૨૦૧૯ને મંજુરી આપી દીધી છે. જેને ટુંક સમયમાં સંસદમા લાવવામાં આવશે, પ્રકાશ જાવડેકરે જણાવ્યુ હતું કે દેશમાં હાલમાં કાર્યરત ત્રણ સંસ્કૃત યુનિવર્સિટીઓને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં પરિવર્તિત કરવામાં આવશે. એચઆરડી રાજયમંત્રી સત્યપાલસિંહે ગત ડિસેમ્બરમાં સંસદમાં જણાવ્યું હતું કે તેમના મંત્રાલયે સંસ્કૃતમાં શિક્ષણ આપતી ત્રણ ડીમ્પ યુનિવર્સિટીઓને કેન્દ્રીય યુનિવર્સિટીમાં ફેરવવાની દરખાસ્ત કરી હતી. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, નવી દિલ્હી, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રિય સંસ્કૃત વિઘાપીઠ, નવી દિલ્હી અને રાષ્ટ્રિય વિઘાપીઠ, તિરુપતિ આ ત્રણેય ડીમ્ડ યુનિવર્સિટીઓનો કેન્દ્રીય યુનિવર્સિટીમાં ફેરવવાની આ બીલમાં દરખાસ્ત લાવવામાં આવી છે.
સંસ્કૃતના વિદ્વાનોની સતત માંગને લઇ એચઆરડી મંત્રાલયે ત્રણ ડીમ્ડ સંસ્કૃત યુનિવર્સિટીઓને કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં રુપાંતરીક કરવાની દરખાસ્ત કરી છે. જેથી તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિના સંસ્કૃત શિક્ષણની જગ્યા બનાવવામાં આવે. તેમ સત્યપાલસિંહે જણાવ્યું હતું.
ભારતમાં હાલમાં ૪૫ કેન્દ્રીય યુનિવર્સિટીઓ છે જેમાં ૪૦ માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એચઆરડી) ની દેખરેખ હેઠળ કાર્યરત છે. કેન્દ્ર સરકાર દ્વારા અગાઉની રજુઆત મુજબ સંસદમાં શિયાળુ સત્રમાં વિચારણા અને પસાર કરવા માટેના ર૭ બિલમાં કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટી બીલ ૨૦૧૯ ને સુચિબ્ધધ કરવામાં આવ્યું હતું.
વિકસતી જતી ટેકનોલોજીના ભાગરુપે વૈજ્ઞાનિકો ટોકીંગ કોમ્પ્યુટર બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જેમાં વૈશ્ર્વિક ભાષા ગણાતી અંગ્રેજીમાં એક શબ્દના અનેક અર્થ થતાં હોય છે જેથી, માણસ બોલે અને કોમ્પ્યુટર અંગ્રેજીમાં ટાઇપ કરે તેમાં અનેક ક્ષતિઓ જોવા મળે છે. અંગ્રેજી ઉપરાંત હાલમાં વિશ્વભરમાં બોલાતી મોટાભાગની ભાષાઓમાં પણ એક શબ્દના અનેક અર્થ થાય છે જેથી, વૈજ્ઞાનિકોએ અનેક ભાષાના પ્રયોગ કર્યા બાદ સંસ્કૃત ભાષાને ટોકીંગ કોમ્પ્યુટર માટે એક માત્ર વિકલ્પ તરીકે સ્વીકારવી પડી છે. આગામી સમયમાં સંસ્કૃત ભાષાના ઉપયોગથી ચાલતા ટોકીંગ કોમ્પ્યુટર આવશે જયારે શુઘ્ધ સંસ્કૃત સમજીને બોલી શકનારા વિદ્વાનોની કમી હશે. જેથી આગામી સમયમાં સંસ્કૃત ભાષાના વિદ્વાનોનો કમી પડનારી જરુરીયાતને ઘ્યાનમાં લઇને મોદી સરકારે આ ત્રણેય ડીમ્ડ સંસ્કૃત યુનિવર્સિટીઓને કેન્દ્રીય યુનિવર્સિટીમાં ફેરવીને તેનું સ્તર આંતરરાષ્ટ્રીય કક્ષાનું રાખવાનો નિર્ણય કર્યો છે.
ભૂતકાળમાં પૂર્વ વિદેશમંત્રી, ભાજપના પ્રખર વકતા અને સંસ્કૃતના ચાહક એવા સ્વ. સુષ્મા સ્વરાજે પણ દેશમાં સંસ્કૃતને લોકભાષા બનાવવા પર ભાર મુકયો હતો. સ્વરાજે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સંસ્કૃતને ફરી પ્રચલિત કરવામાં આવે તો અભણ લોકો પણ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. સંસ્કૃત ભાષાની વૈવિધતા એટલી પ્રબળ છે કે તેની રચના પરથી રચનાકારના સ્વભાવ અંગેની માહીતી મેળવી શકય છે. તેમણે ભગવાન શ્રીરામે લંકા પર ચડાઇ કરતા પહેલા રચેીા ‘રૂદ્રાક્ષષ્ટકમ’ અને રાવણે રચેલા ‘શિવ તાંડવ સ્ત્રોત’ નું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે સંસ્કૃત ન સમજતું નાનુ બાળક પણ પંકિતઓને સાંભળીને તેના રચનાકારના સ્વભાવ અંગેનો ખ્યાલ આવી શકે છે. સંસ્કૃત વ્યાકરણ અને ઘ્વનિ ઉચ્ચારણની દ્રષ્ટ્રિએ પણ શ્રેષ્ઠ ભાષા હોવાનું સ્વરાજે જણાવ્યું હતું.
સંસ્કૃતમાં વિશ્વને વસુદેવમ કુટુંબમ કહેવામાં આવ્યું છે જયારે અંગ્રેજીમાં તેને બજાર કહેવામાં આવે છે. કુટુંબમાં લાગણી હોય બજારમાં વેપાર હોય તેમ જણાવીને સુષ્માજીએ સંસ્કૃતની મહત્તા સમજીને આગામી સમયના ટોકીંગ કોમ્પ્યુટર માટે સંસ્કૃતના સાચા વિદ્વાન મળી રહે તે માટે પ્રયાસો કરવા પર ભાર મુકયો હતો. સુષ્માજીની આ લાગણીને મોદી સરકારે આ નિર્ણય લઇને શ્રઘ્ધાસુમન અર્પણ કર્યા હોવાની સંસ્કૃતના ચાહકોમાં એ લાગણી વ્યકત કરી હતી.