કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. જેમાં ખેતી સાથેના બિઝનેસને વધું સરળ બનાવવા જઈ રહી છે. આ માટે સરકાર આગામી થોડા વર્ષોમાં ૧૦,૦૦૦ નવા ખેડૂત ઉત્પાદક સંઘ (કિસાન પ્રોડક્શન ઓર્ગેનાઇઝેશન/FPO) બનાવશે. આ યોજના અંતર્ગત કંપની એક્ટ હેઠળ આ એફપીઓની નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવવામાં આવશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સામાન્ય બજેટ ૨૦૧૯-૨૦માં આ અંગેની જાહેરાત કરી હતી.
લોન મેળવવી સરળ બનશે કંપની એક્ટ હેઠળ એફબીઓની નોંધણી કર્યા પછી, કૃષિ સંબંધિત બિઝનેસ શરૂ કરવા માટેની લોન લેવી વધું સરળ બનશે. આ ઉપરાંત બેન્કો પાસેથી પણ ઓછા વ્યાજદરે લોન પ્રાપ્ત થશે. વધુમાં આઇટી આધારિત સોલ્યુશન્સ એફપીઓને આપવામાં આવશે. ભારતમાં હાલમાં ૪૫૦૦ એફપીઓ છે. સરકાર દ્વારા પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન આ FPOને સંસ્થાકીય સપોર્ટ આપવામાં આવશે.
NDA સરકારના શાસનમાં FPOને મળી ટેક્સ મુક્તિ એક અંદાજ અનુસાર, શરૂઆતમાં એક એફપીઓ ઓપન કરાવવા માટે ૫૦-૬૦ લાખ રૂપિયાની જરૂર પડતી હતી. જ્યારે કૃષિ વિભાગ દ્વારા એફપીઓ માટે રાષ્ટ્રીય નીતિ અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૧૩-૧૪ દરમિયાન એફપીઓ માટે રૂ.૧૦૦ કરોડના ભંડોળની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ વર્ષ ૨૦૧૮માં, એનડીએ સરકારમાં ૧૦૦ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા એફપીઓને પહેલા ૫ વર્ષ માટે મુક્તિ આપવામાં આવી હતી. આ પહેલા એફપીઓની આવક પર ૩૦ ટકાના હિસાબે ટેક્સ લાદવામાં આવતો હતો.