2024 સુધીમાં સ્વાસ્થયથી સ્વસ્થતાના લક્ષ્યાંકને પાર પાડવા રાશનધારકોને પોષકયુક્ત ચોખા પુરા પડાશે

વડાપ્રધાન મોદીએ ગઈકાલના રાષ્ટ્રજોગ સંબોધનમાં અર્થતંત્રના વિકાસની સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે અમે 80 કરોડ ગરીબોને મફત અનાજ આપીને તેમની આજીવિકામાં મદદ કરી છે. દેશના દરેક ગરીબ વ્યક્તિને પોષણ આપવું સરકારની પ્રાથમિકતા પણ છે. કેન્દ્ર સરકાર પોતાની અલગ યોજના હેઠળ ગરીબોને જે ચોખા આપે છે તે ફોર્ટીફાઇડ એટલે કે સંપૂર્ણપણે પૌષ્ટિકથી ભરપૂર આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સરકારે સ્વાસ્થ્યથી સ્વસ્થતા એટલે કે  લોકોનું સ્વાસ્થ્ય પરંતુ સ્વસ્થ સ્વાસ્થ્ય હોવું જોઈએ તેમ મોદી સરકારે લક્ષ્યાંક સેવ્યો છે. જેને પાર પાડવા માટે હવે રેશનકાર્ડ ધારકોને પોષક યુક્ત ચોખા આપવામાં આવશે તેમ પીએમ મોદીએ જણાવ્યું છે.

પ્રધાનમંત્રી મોદીએ સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા ન કહ્યું, “સરકાર હવેથી ગરીબોને આપવામાં આવતા ચોખાને વધુ પૌષ્ટિક આહાર તરીકે આપશે. જે રાશનની દુકાન પરથી લાભાર્થીઓને મળી રહેશે. પછી ભલે તે તે મધ્યાહન ભોજન યોજનાનો લાભાર્થી હોય. દરેક ગરીબને આનો લાભ મળશે.

ફોર્ટિફાઇડ ચોખા શું છે..??

ફોર્ટિફાઇડ ચોખા આયર્ન, વિટામિન બી 12, ફોલિક એસિડ જેવા પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. આ ત્રણ પોષક તત્વોની સારી માત્રાને કારણે, ફોર્ટિફાઇડ ચોખાનું પોષણ મૂલ્ય પણ ખૂબ વધારે છે. આ ચોખાના ઉચ્ચ પોષણ મૂલ્યનો અર્થ એ છે કે જેઓ તેને ખાય છે તેઓ કુપોષણનો શિકાર બનતા નથી. આનો અર્થ એ પણ છે કે લોકોના કુપોષણને દૂર કરવા માટે ફોર્ટિફાઇડ ચોખાની મદદ લઇ શકાય છે. આ જ કારણ છે કે દેશમાંથી કુપોષણની સમસ્યા દૂર કરવા માટે પીએમ મોદી આ યુક્તિ લઈને આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.