મંદી, દુષ્કાળ, અછતની પરિસ્થિતિમાં પણ અહી થાય છે ગાયોની યોગ્ય સેવા-સુશ્રુષા; રાધેશ્યામ, બાપા સીતારામ, ગોવર્ધન, રામાપીર, દ્વારકેશ સહિતની શહેરની ગૌશાળામાં હજારો ગાયોનો સુવ્યવસ્થિત નિભાવ
ભારતીય સંસ્કૃતી અને તેનો ભવ્ય વારસો વિશ્ર્વભરમાં અલગ ઓળખ ધરાવે છે. ત્યારે ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ એટલે ગૌમાતા કે જેનાં ૩૩ કરોડ દેવતા વશે છે ત્યારે તેના રક્ષણ અને સર્ંવધનને લયને રાજકોટની કેટલી ગૌવશાળાની મુલાકાત લેવામા આવી જેમાં ગાયોના આહારથી લય તેની સારવાર તેમજ અંધ અપગ ગાયોની સાચવણી કઈ રીતે થતી હોય છે. બધી જ ગૌશાળાઓમાં ગૌધન ખૂબ સારી રીતે સાચવવામા આવે છે.
બાપા સિતારામ ગૌશાળા દમૂબેન એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, હું પહેલા નોકરીયાત વ્યવસાય સાથે જોડાયેલી હતી છેલ્લા ૧૦ વર્ષથી હું ગૌશાળા સાથે સંકલાયે છુ મારી બાપાસીતારામ ગૌશાળા સાથે જોડાવાની પાછળનું કાર્ય એ મારા વિસ્તારમા એકવાર એક બિમાર ગાય પડી હતી. જેની મે નોધ જેતે વ્યકિતઓને કરી પણ કોઈ તેની સહાય આવ્યું નહી ત્યારે મને થયું કે આ મુંગા જીવનું કોણ અને ત્યારબાદ મે મારૂ જીવન ગૌધન , ગૌ સેવા પાછળ વિતાવાનું શરૂ કરી નાખ્યું. આજે મારી ગૌશાળામાં ૨૦૦થી પણ વધુ ગાયો છે. એનું ભરણ પોષણ તેમજ સેવાની અવિરત કાર્યો હરહંમેશા હુ કરતો રહીશ. જયારે કોઈપણ ગાય બીમાર પડે તો અમે તાત્કાલીક ધોરણે પશુ ડોકટર બોલાવી એનું નિદાન કરાવી છે. જો વાત કરૂ તો ગૌશાળાએ મારા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. અહી રોજ સાંજ ના હુ બટુક ભોજન કરાવું છું જેમા મારા વિસ્તારના ભુલકાઓ જે કોઈ ગરીબ ઘરના બાળકો તેમજ વૃધ્ધોને પણ અમે જમાળતા હોય છીએ.
ગૌશાળાએ માત્ર ગાયોને સાચવવાની કે તેની દેખરેખ પૂરતી નથી પણ અહી અમે અમારૂ જીવન આ ગાયો પાછલ સમર્પીત કરી દીધું છે. આજે કોઈ ગાય રેઢીયાર હોય કે દુધતી ન હોય એવી ગાયો ને પણ હું મારી ગૌશાળામાં આશ્રય આપુ છું મારૂ જાહેર જનતાને એટલું જ કહેવું છે કે આપના આસપાસ જો કોઈ રેઢીયાર ગાય હોય અને પ્લાસ્ટીક અન્ય કચરો ખાતી હોય તો આપ એને આ ખાતા અટકાવો અને બિમાર માંદી ગાયોની મદદ કરો એવી મારી તમને વિનંતી છે. બાપા સિતારામ ઈશ્ર્વર આપને સતકાર્ય કરવા મોકલ્યા છે. સૌ પોતાના જીવનમાં એક સતકાર્ય કરે એવી મારી ભગવાનને પ્રાર્થના.
જયેશભાઈ ભટ્ટી જીવદયા અન્નક્ષેત્ર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યુંં હતુ કે, આજે ગાયોની સેવા એ મોટો પ્રશ્ર્ન છે. જો વાત કરૂ ગૌશાળા એનું કાર્ય તો બસ આ સીકકાની બંને બાજુ છે. હુ મારૂ જીવન ગૌશાળા પાછળ વિતાવું છું એનું કારણ બસ મારી ગાયો પ્રત્યેની લાગણી અને અનુકંપા છે. જયારે કોઈ ગાય બીમાર કે માંદી પડે ત્યારે પહેલા તો હું જાતે એની જે તકલીફ હોય એનું કાળજી પૂર્વક ખ્યાલ કરૂ તેમજ ડોકટર બોલાવીને એનું સારામાં સારૂ નિદાન કરાવું છું આજે મારી પાસે ૨૦ જેટલી ગાયો છે.તેને નિભાવા હું દિવસ રાત મેહનત કરૂ છું જો વાત કરૂ તો રાજકોટ મનપા પણ આજે રેઢીયાર ગાયોનું ખુબ ધ્યાન રાખી રહી છે.તેની સંભાળ લય રહી છે. મારી ગૌશાળામાં માત્ર ૫ થી ૬ ગાયો દુધતી હશે બાકીની બધી જ ગાયો આચર વગરની છે. છતા પણ હું એ બધી ગાયોને સમાન સેવા પૂરી પાડુ છું જયારે કોઈ મુંગા જીવને કયારે પણ તકલીફ પડે છે. તો હું પણ એની અનુભૂતી કરી શકુંછું આજે ભારત એ ગૌ રાષ્ટ્ર પણ છે. જો ગૌમાતાનેઆપણે સેવા આપીએ એ આપણી દેશ પ્રત્યેની પણ સેવા થઈ કહેવાય.
જયેશભાઈ વાડોલીયા ગોર્વધન ગૌશાળા મંત્રીએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે મારૂ જીવન એ ગાયોની સેવા અને તેની સારસંભાળમાં વિતાવું છું નાનપણથી ગાય માતા સાથે જોડાયેલો છું વાત કરૂ ગૌર્વધન ગૌશાળાની તો આ છેલ્લા ૨૦ વર્ષથી પણ વધુ સમયથી અહી અમેચલાવી રહ્યા છીએ. અમારી ગૌશાળામાં આજે નાની મોટી થઈ કુલ ૭૦૦ જેટલી ગાયો છે. જેમાં ૪૦૦ જેટલી ગાયો આ ગૌશાળામાં છે અને ૩૦૦ જેટલી અમારી ગાયો દેવગામ વાળી ગૌશાળામાં છે.આજે ગૌશાળાએ માત્ર કોઈ ગાયોને સાચવી માટેની જગ્યા નથી પણ એ ગાયોનું ઘર અને તેની સાથે જોડાયેલા લોકોનું એક પરિવાર છે. મારી ગૌશાળામાં અંધ અપંગ ગાયો પણ છે. જેની સંભાળ અમે અમારી બીજી ગાયો કરતા વધારે રાખી છીએ અને કોઈગાય અકસ્માતમાં આવી ગાય હોય એને પણ અમે સેવા આપી છીએ. જયારે વાત કરૂ તો અહીની ગૌશાળશની તો જે ગાયો આચર વગરની છે. એ પણ અહી ખૂબ સારી રીતે સાચવામાં આવે છે.
જો વાત કરૂ તો ગાયોના આહારની એમાં ગોળ, ધાણ, ખોળ, ભૂસુ, પાણી પીવડાવામાં આવે અહી ગાયોને કોઈ જાતનું કઠોળ ખવડાવામં આવતું નથી કે કોઈ જાતનું અનાજ, એઠવાડ ખવરાવતા નથી. આ ગાયોની સાચવણીમાં અમે કોઈ પણ કચાસ રાખતા નથી આપણા ઘરના સભ્યોની જેમ સાચવતા હોય એવી રીતે આ સારી ગાયોને અમે સાચવી છે. જયારે કોઈ ગાય બીમાર પડે કે માંદી હોય તો પહેલા અમે તેની સારસંભાળ માટે ગૌશાળામાં રાખેલી દવાઓથી કરી છે. અને અમારી ગૌશાળામાં ડોકટર હાજર જ હોય છે. અને ૨૪ કલાક અહી સેવા માટે ઉભા પગ રહે છે. આજે કોઈ ગાયને કાય પણ તકલીફમાં હોય તો અમે અમારી ઘરના કોઈ સભ્યને સાચવીએવી રીતે તેનું નિદાનની પ્રક્રિયા કરાવી છીએ કોઈ પણ જાતની બાંધછોડ રાખતા નથી જો ગાયોની સ્વાસ્થ્ય અને તંદૂરસ્ત રાખવી હોય તો તેને યોગ્ય આહાર અને નિદાનની જરૂર પૂરી પાડવી ફરજીયાત છે.ગૌ માતા એ આપણી રાષ્ટ્રમાતા છે. જો દેશ માટેની કોઈ ફરજ આપણે બજાવી શક્તા હોય તો ખાસ ગાયોની રક્ષા કરવી તેને કચરો, પ્લાસ્ટીક એઠવાળ ખાતા અટકાવી અને કોઈપણ સંજોગોમાં તેમની મદદ કરવી એ મારી જાહેર જનતાને નમ્રવિનંતી છે. ઈશ્ર્વર સૌને શકિત આપે ગાયોની રક્ષા કરવા માટે જય ગૌમાતા.
રાધેશ્યામબાપુ રાધેશ્યામ ગૌશાળા એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, હું ગૌશાળા સાથે જોડાયો એ મારા જીવનનું મોટુ પરિવર્તન હતુ જયારે આજથી ૧૫ વર્ષ પહેલા જામનગર રોડ પર એક ગાયને અકસ્માત થયો હતુ એ વાછડીને હું અહી આ જગ્યા પર લાવ્યો અને તેની સારવાર કરી ત્યારબાદથી મે અહી ગૌશાળા શરૂ કરી અને અવિરત ગાયોની સેવામાં મારૂજીવન લગાડી દીધું અમારી ગૌશાળામાં અમે ૪૦ જણા ગાયોની સેવામાં હાજર છીએ અહી ૪૦૦થી પણ વધુ ગાયો છે. અને તેમને નિભાવાનું કાર્ય કરી રહ્યા છીએ. અમારી ગૌશાળામાં રખડતી ભટકતી ગાયોને પણ અમે સાચવી આશ્રય આપી અને તેમની સેવા કરતા હોય છીએ. જો વાત કરૂ તો ગાયોને સારવાર કરવા માટે અમે જે ગાયો ને સારવાર કરવા માટે અને જેગાયો બીમાર હોય તેને ડોકટર બોલાવી તેનુૂંનિદાન કરાવી તેમજ અમારા મશીન પર ચડાવી તેમના પગ ગરમ પાણીથી ધોવી અને તેમની સેવા કરતા રહી છીએ. રજાના દિવસોમાં પણ હું લીલાપીઠમાં જયને ગાયો માટે નિણ અને ઘાસચારો લેવા જતો રહું છું અમે જે દાતાઓને યથાશકિત દાન આપવું હોય એનું અમે સ્વીકાર કરી છીએ. કોઈને પણ કયારે અમે દાન આપવાનું કહેતા નથી. અમારી ગૌશાળામાં અંધ, અપંગ ગાયો પણ છે. જેને અમે ખૂબજ સારી રીતે નિભાવી છે. અને એમની હૃદય પૂર્વક સેવા કરતા હોય છીએ. અમારી ગૌશાળાની ગાયોનું દુધ જે બીમાર વ્યકિત, દર્દી તેમજ જે માતાઓનું દુધ તેમના બાળકોને ન ફાવતું હોય તેને અમે દુધ આપી સેવાનું સતકાર્ય રોજે કરતા હોય છીએ. અમારી ગૌશાળાની આસપાસના જેટલા પણ ગરીબ બાળકો છે તેમને બટુક ભોજન કરાવું છું. રોજ સાંજે આશરે ૨૦૦થી પણ વધુ બાળકો અહી ભોજન લેતા હોય છે. ભારતનું સાચુ ધન એ ગૌ ધન છે. મારી એવી ભગવાનને પ્રાર્થના છે. જે પણ રેઢીયાળ ગાયો, શેરીમાં ફરતી ગાયોને લોકો પ્લાસ્ટીક ખાતી અટકાવે અને જેટલો પણ સહયોગ આપવા તૈયાર હોય એ અમારી ગૌશાળાની મુલાકાત લે.
સૂહદાદેસ બાપુ દ્વારકેશ ગૌશાળાએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, જો ભારતીય સંસ્કૃતિની વાત કરૂ તો આદી અનાદીકાળ ગૌમાતા આપણી સંસ્કૃતીનો ભાગ રહી છે. આજે ભારત એક ગૌરાષ્ટ્ર પણ છે. હું સાધુનો દિકરો છું અને છેલ્લા ૧૬ વર્ષથી આ દ્વારકેશ ગૌશાળા ચલાવું છું મે મારૂ જીવન અખંડ ગૌ માતાની સેવા પાછળ વિતાવાનું નકકી કર્યું છે. મારી ગૌશાળામાં હાલ ૧૩૫થી પણ વધુ ગાયો છે. ગાયોને નિભાવા માટે અમે ખૂબજ મહેનત કરતા હોય છીએ. હું અને મારો પરિવાર અમે લોકો આખો દિવસ ગૌશાળાની ગાયો સારસંભાળમાં નિ:સ્વાર્થ કાર્ય કરતા હોય છીએ. જયારે કોઈ પણ ગાય બિમાર કે માંદી પડે ત્યારે તાત્કાલીક ધોરણે તેને સારવાર આપવામાં આવે છે.પશુ ડોકટર બોલાવી તેનું યોગ્ય નિદાન કરવામાં આવે છે. જો કોઈ ગાય ને ઠંડી લાગી હોય તો તેના પગ ગરમ પાણી ડુબાડી તેની સંભાળ લેવામાં આવે છે. જો ગાયોની આહારની વાત કરૂ તો ઘાસચારો, તેમજ ખોળ એ બધુ અમે દાતાઓ તેમના યથાશકિત અહી દાન કરતા હોય છે. ત્યારે અમે રામભરોશે આ ગૌશાળા ચલાવતા હોય છીએ જે ગાયો આચર વગરની છે તેની પણ અમે સંભાળ સારી રીતે રાખતા હોય છીએ આજે ગૌશાળાએ માત્ર ગાયોનું આશ્રય નહિ પણ એક ઘર છે તો આપણે ઘરની વ્યંકિતઓ સાથે જે લાગણી હોય એવી જ બધી જ ગાયો સાથે મારી લાગણી અને અનુકંપા છે. આજે ગાયોની હાલત કયારેક કફોડી પણ છે. તો મારી જાહેર જનતાને એ નમ્રવિનંતી છે કે આપના વિસ્તારમાં કે આસપાસ કોઈ પણ રેઢીયાળ ગાય પ્લાસ્ટીક એઠવાડ ખાતી હોય તો તેને અટકાવી અને ખાસ તો પ્લાસ્ટીક, એઠવાડ ખાતી અટકાવવી.
કાંતાબેન રામાપીર ગૌશાળાના સંચાલક્એ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે ગૌશાળા એ ગાયોની દેખરેખ કે તેમની સંભાળ માટેની જગ્યા નહિ પણ એ તેમનું ઘર છે. મારૂ જીવન છેલ્લા ૨૦ વર્ષથી ગૌશાળા સાથે સંકળાયેલ છું હું દિવસ રાત ગાયોની નિ:સ્વાર્થ સેવા કરવા અને તેમને નિભાવા પાછળ મારો સમય વિતાવું છું આજે મારી પાસે ૫૦ થી પણ વધુ ગાયો છે. પણ વાતકરૂ તો મે કયારે આ ગૌશાળાને માત્ર ગૌશાળા સમજી નથી મારો પરિવાર સમજી છે. મારી જેટલી ગાયો છે એ મારા સામાજીક જીવનનો અભિન ભાગ છે. અમારી ગૌશાળામાં ગાયોને સારો આહર, તેમજ જયારે તે બીમાર પડે ત્યારે તાત્કાલીક ધોરણે સારવાર આપવામાં આવે છે. અમે ઘરના જેટલા સભ્યો છીએ બધા ગૌશાળામાં કામ કર્યા કરીએ છીએ. ગૌમાતાએ આપણી રાષ્ટ્રની ઓળખ છે. માત્ર ગૌશાળામાં ગાયોને સાચવવાની નથી જાહેર જનતા ને તેમના વિસ્તારમાં તેમની આસપાસ કોઈ ગાયો કચરો, પ્લાસ્ટીક કે એઠવાડો ખાતી દેખાય તો તેને અટકાવી એવી મારી તેમને નમ્ર વિનંતી છે.