Surat : શહેર ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુદામા ચોક AR મોલ પાસે, પનવેલ પોઇન્ટ, ચોથા માળે,404 , હાઇવ્યુ નામની હોટલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિંકીગ યુનીટ ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી.

પોલીસ કમિશ્નર સાહેબ સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સાહેબ ક્રાઇમ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ, સાહેબ અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નર AHTU ક્રાઈમ સાહેબ નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ સુરત શહેરમાં હોટેલ તેમજ સ્પાના નામે દેહ વ્યાપારની ગેર કાયદેસર પ્રવ્રુતી કરતા ઇસમોને શોધી કાઢી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારુ AHTU સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે.સોલંકી તથા તેમની ટીમના માણસોને સુચના આપવામાં આવેલ હતી.

મળતી માહિતી મુજબ જે સુચના આધારે મળેલ બાતમી હકિકત આધારે ઉત્રાણ સુદામા ચોક,AR.મોલ પાસે, પનવેલ પોઇન્ટ,404  નંબર, ચોથા માળે હાઇવ્યુ નામની હોટલમાં મેનેજર વિજયસિંહ ઉર્ફે કાનો હઠીશંગ પરમાર તથા હોટલ ભાડે રાખનાર જોનીલ દિલીપ કેવડીયા અને હોટલની રૂમો ભાડે રાખનાર ભાવના મરાઠી તેમજ શિવમ ગજેરાએ હોટલના ભાડાની રૂમમાં કુલ-7 ભારતીય મહિલાઓને રાખી તેમની પાસેથી પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર દેહવેપારની પ્રવૃતિ કરાવી ગ્રાહકો પાસેથી પૈસા લઈ પોતાનું કમિશન કાઢી ગુન્હો કરેલ હતો.

રેઇડ દરમિયાન રોકડા રૂપિયા 15,500/- તથા મોબાઇલ ફોન નં.2  કિ.રૂ.41000/-તેમજ હોટલના લાઇટ બીલની નકલ-૦૦ કિં રૂ.૦૦/૦૦ તેમજ ગુગલપે સ્કેનર નંગ-1  કિં રૂ.૦૦/- મળી કુલ્લે કિ.રૂ.56,500/-નો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે. તેમજ  હોટલ ભાડે રાખનાર જોનીલ દિલીપ કેવડીયા તેમજ હોટલની રૂમો ભાડે રાખનાર ભાવના મરાઠી અને શિવમ ગજેરાને વોન્ટેડ જાહેર કરેલ છે. તેમજ ચારેથ આરોપીઓ વિરૂધ્ધ ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ 1965 ની કલમ 3,4,5,7 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મળી આવેલ કુલ-7 ભારતીય મહિલાઓને મુક્ત કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી

મેનેજર :- વિજયસિંહ ઉર્ફે કાનો હઠીશંગપરમાર, ઉ.વ.-24 , ધંધો-નોકરી, રહે-હોટેલ હાઇવ્યુ, પનવેલ પોઇન્ટ, ચોથા માળે. 404 ,મોટા વરાછા, સુરત શહેર.મુળ વતન-ગામ-મોટા સુરકા,તાલુકો-શિહોર,જીલ્લો-ભાવનગર.

વોન્ટેડ આરોપી :

જોનીલ દિલીપ કેવડીયા,રહે-મહાવીર સોસાયટી, યોગીચેક પાસે, સરથાણા,સુરત શહેર.

ભાવના મરાઠી જેના પુરા નામ-સરનામાની ખબર નથી.

શિવમ ગજેરા જેના પુરા નામ-સરનામાની ખબર નથી.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.