સૌને વિશ્વ બદલવું છૈ, સૌ પોતાની સગવડ પ્રમાણે વિશ્વને ચલાવવા ઇચ્છતા હોય છે, પણ કોઇ એના માટે પોતાનાંમાં બદલાવ લાવવા તૈયાર હોતું નથી. એક સમય એવો આવે છે જ્યારે કુદરત જ માનવને બદલાવા મજબુર કરે છૈ. શું હાલનો કોવિડ-૧૯ નો રોગચાળો અને લોકડાઉન હવે પછી વિશ્વમાં આવાજ કોઇ કાયમી બદલાવના સંકેત આપે છે ? કોવિડ-૧૯ ના કારણે હાલની વિશ્વની પરિસ્થિતી એવા સંકેત આપે છે કે આગામી બે મહિના સુધીતો વિશ્વ સંપૂર્ણપણે કોવિડ-૧૯ મુક્ત થઇ નહી શકે. કદાચ એવું પણ બને કે માનવજાતે એઇડ્સ, સ્વાઇન ફ્લ્યુ તથા ક્ષય રોગ ની જેમ આ રોગના અસ્તિત્વ વચ્ચે જીવવાની આદત પાડવી પડે..! જો આવું થાય તો વૈશ્વિક ઇકોનોમીમાં ઉથલપાથલ કરી શકે એવા નવા ક્યા પરિમાણો હોઇ શકે?
ઉદાહરણ જોઇએ તો ભારતમાં એપ્રિલ-૨૦ માં ઓટો સેલ્સ શુન્ય રહ્યું છે. રોજગારીમાં ૨૩ ટકાનો ઘટાડો આવ્યો છે. દેશનાં મુંબઇ, દિલ્હી, અમદાવાદ તથા ચેન્નઇ સહિતનાં ઘણા મોટા શહેરો છે જ્યાં કામવાળી બાઇ ઘરે આવતી નથી. વાહનોમાં પેટ્રોલ ભરાવાતા નથી. હોટલો બંધ છૈ, પ્રવાસ ધેલાં ટુરિસ્ટો હાલમાં ઘરમાં બંધ છૈ. આ બધા પરિબળો જો લાંબા સમય માટે પ્રભાવી રહે તો વિશ્વમાં ઇકોનોમિક ઇન્ટીગ્રેશન આવે, લોકોને ટ્રેડીંગ કોસ્ટ ઘટાડવાના નવા પ્રયોગો કરવા પડે, ડિજીટાઇઝેશન, નવી ઇકોસિસ્ટમ ઇકોનોમીની નવી દિશા નક્કી કરે..! હાલમાં થયેલા એક વૈશ્વિક સર્વેનું તારણ એવું કહે છે કે જો આ વાયરસ સંપૂર્ણ પણે નાબુદ ન થાય તો માંડ સાતેક ટકા બ્રિટીશરો એવા છે જે આ વાયરસ સાથે પોતાનો બંધ થયેલો ધંધો પાછો શરૂ કરવા તૈયાર છે. ૭૦ ટકા એવા છે જેમને પરિસ્થિતી ફરી સાવ નોર્મલ થવાની આશા નથી. આજરીતે ૬૦ ટકા જેટલા ઓસ્ટ્રેલિયનો અને એટલા જ અમેરિકનો, ૭૦ ટકા કેનેડિયનો, ૫૦ ટકા જેટલા બ્રાઝિલિયનો, અને એટલા જ ફ્રેન્ચ નાગરિકો એવા છે જે કોરોના વાયરસની વચ્ચે કારોબાર શરૂ કરવા તૈયાર નથી.
સૌ પ્રથમ તો નવું વિશ્વ ૫G ૬G અને ૭G ની સુવિધાને વહેલામાં વહેલી તકે વિશ્વ સમક્ષ લઇ આવવા પ્રયત્નો શરૂ કરશે. હાલમાં ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરાવી રહી છે, આ પ્રણાલી આગામી દિવસોમાં મોટાભાગની સર્વિસ, આઇ.ટી અને રિસર્ચ કંપનીઓમાં કાયમી સ્થાન પામી શકે છે. આવા કર્મચારીઓ સોશ્યિલ ડિસ્ટંસીંગના કારણે ઘરે બેસીને ૨૪ કલાકમાં ગમે ત્યારે તેમને અપાયેલા ટાર્ગેટ પુરા કરીને મોકલી શકશે. શાળાઓનું શિક્ષણ મોટા ભાગે ઓનલાઇન થઇ શકે છે. બાળકોને માત્ર અમુક સબમિશન માટે જ સ્કુલે જવાનું રહેશૈ. હાલમાં પણ ઉંચી ફી સાથે બાળકોને ભણાવતી સ્કુલોઐ ઓનલાઇન અભ્યાસ ચાલુ કરી જ દીધા છૈ.
આગામી સમયમાં ઓનલાઇન વર્ચ્યુઅલ પાર્ટીનો જમાનો આવે જેના કારણે કદાચ રેસ્ટોરન્ટનાં ધંધા અટોપાઇ જાય. હાલમાં મોટા શહેરોનાં એક્ઝિીક્યુટિવને વેબીનારનાં દૈનિક સરેરાશ પાંચ થી દસ ઇ-મેલ આવી રહ્યા છૈ. બિઝનેસ કોન્ફરન્સના સ્થાને વેબીનાર કે ઓનલાઇન કોન્ફરન્સ કાયમી સ્થાન લઇ શકે છૈ. જો આવું થાય તો સ્ટાર હોટલોમાં બેન્કવેટ હોલ સુના પડશૈ અને તેના કર્મચારીઓને નવું કાંઇક કામ શોધવું પડશે. સોસાયટીઓમાં વાળવાવાળાની અને ઇસ્ત્રીવાળાની જેમ બિલ્ડીંગ સેનીટાઇઝીંગ વાળો સ્ટાફ પણ કાયમી સ્થાન લઇ શકે છે.
જો મોટા ભાગના કામ ઘરે બેઠા થાય તો રિયલ એસ્ટેટ અને પ્રિન્ટીંગના બિઝનેસનું કદ એકદમ સિમીત થઇ શકે છે. જો લોકો બહાર જવાનું બહુ ઓછું કરશૈ તો પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા ઇતિહાસ બની શકે. તો પછી નવા ફ્લાયઓવર બ્રિજ, રોડ કે મેટ્રોની સુવિધા મુંબઇની ટ્રામની જેમ ઇતિહાસ બની જશે.
કદાચ આ વાંચીને તમને પરેશાની થશે પણ યાદ કરો કે છેલ્લા ત્રણ દાયકામાં જ એવા ઘણા બિઝનેસ છે જે આજે કાંતો ઇતિહાસ બની ગયા છે અથવા તો ન હોય તો પણ ચાલે તેવી સ્થિતીમાં હોવાથી અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહ્યા છે. . ઝેરોક્સ મશીન, ઐસ,ટી.ડી-પી.સી.ઓ, કોડાકના કેમેરા રોલ, દેશની ટેલિગ્રામ સેવા, ટપાલ સેવા, લેન્ડલાઇન ટેલિફોન, અનાજ ભરવાની કોઠી વગેરે.. વગેરે..! એક સમયે બુક કરાવ્યા બાદ એક વર્ષ સુધી ડિલીવરી નહોતી મળતી એવા બજાજ પ્રિયા કે સુપર સ્કુટરનું ઉત્પાદન આજે બંધ થઇ ગયું છે.
આશા રાખીઐ કે વિશ્વને કોવિડ-૧૯ માંથી જલ્દી છુટકારો મળી જાય પરંતુ ન મળે તો ? કદાચ ઉપર જણાવેલી નવી વ્યવસ્થા આવે કદાચ બીજી કોઇ પણ આવે..! બદલાતો સમય માનવજાતને બદલાવા પ્રેરતો હોય છે. જયપુરના એક મોટા જ્વેલરે જ્વેલરીની શોપમાં શાકભાજી અને ફ્રુટનો કારોબાર શરૂ કર્યાના અહેવાલ છે. મુંબઇમાં વડાપાંવ વાળા શાક વેચવા માંડ્યા છે. ફ્રાન્સના હેલ્થ મિનીસ્ટરે કોવડ-૧૯ થી બચવા માર્ચ-૨૦ માં લોકોને ચુંબન નહી કરવાની સલાહ આપી હતી. પરંતુ ૧૫ મી સદીમાં ઇંગ્લેન્ડનાં રાજા હેનરી -૬ એ લોકોને બુબોનિક પ્લેગથી બચાવવા ચુંબન પર પ્રતિબંધ મુક્યો હતો. જૈનોમાં મુપતિની પ્રથા કે મુસ્લિમોમાં બુરખાની પ્રથા શું આવા કોઇ રોગચાળાનાં પરિણામે જ નહી આવી હોય..? પરિવર્તન સંસારનો નિયમ છૈ. જો આજની પરિસ્થિતીમાં પવિતર્તન નહીં લાવી શકાય તો સમાજ વ્યવસ્થા બદલાશૈ જેનો સૌને સ્વિકાર કરવાનો રહેશે કોઇને ખુશી થી તો કોઇને
મજબુરી થી!