તા. ૧૫-૧૨-૨૦૧૯, રવિવારના રોજ ઊંઝા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞમહોત્સવ નિમિત્તે રાજકોટથી ઊંઝા ૧૫૦ સાઈકલ સવારોની સાથે મા ઉમાના પરમભક્ત આદરણિય ૫૩ વર્ષિય રમાબેન પટેલ એકલપંથા દોડતા આજરોજતા. ૧૮-૧૨-૨૦૧૬, બુધવાર લક્ષચંડી મહાયજ્ઞના પ્રારંભે ઊંઝા યજ્ઞ સ્થળેપહોંચ્યા ત્યારે તેમનું યજ્ઞ સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જેમનીશ્રદ્ધા પર શંકા થાય નહિ તેવા રમાબેન પટેલ કેટલાય દિવસથી પગપાળા પદયાત્રા દોડતા ઊંઝા મુકામે આવિ પહોંચ્યા ૩૫૧ કિ.મી. જેટલું તેમણે માત્ર ૭૮ કલાકમાં પર કર્યું.
તેની શ્રદ્ધા, હિંમત અને સાહસ ને ધન્યવાદ છે. વળી અન્ન નહિં માત્ર ફળ-ફળાદી અને પ્રવાહી પર તેવો પદયાત્રા દિવસો દરમિયાન નિર્ભર રહ્યા થોડા આરામ અને પછી અવિરત પદયાત્રા કરતા રમાબેન ને વંદન અભિનંદન આ સાયકલ સવાર ની સાથે રમાબેન પતિ પણ સાથે હતા. આ દંપત્તિની શ્રદ્ધા ને વંદન. સાથો સાથ બીજા પણ એક શ્રધ્ધાળુના સાહસ ને બીરદાવાનું મન થાય એવા ૭૪ વર્ષિય મુળ કામલી ગામના વતની એવા બાબુભાઈ પુરષોત્તમદાસ પટેલ સુરત થી ઊંઝા ના મુકામે લક્ષ ચંડી મહાયજ્ઞ ના દર્શને પદયાત્રા કરી પહોંચ્યા છે.
આ અગાઉ તેવોએ કામલી થી હરિદ્વાર, સુરત થી અંબાજી, ઊંઝા થી શીરડી, બીલીયાથી દ્વારકા અને કામલી થી રણુંજાના અનેક તીર્થ સ્થાનો એ પદયાત્રા કરી પોતાની ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધાને દિપાવલી છે.