કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા અને કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં રાજકોટના આંગણે રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધાનો શુભારંભ: સમગ્ર ગુજરાતમાંથી ૧૨૩ ટીમો અને ૨૪૬૦ જેટલા ખેલૈયાઓએ સાંસ્કૃતિક કલા વારસાને જીવંત બનાવ્યો

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ગુજરાત રાજય સરકારનાં રાજય કક્ષાનો ગરબા સ્પર્ધાનું આયોજન તા. ર૩ સપ્ટેમ્બરે કરવામાં આવ્યું હતું. ચારી દિવસ ચાલનારા આ ગરબા સ્પર્ધાના રાજયની અલગ અલગ ૭૦ થી ૭૫ જેટલી સ્કુલ કોલેજોના રપ૦૦ જેટલા ખેલૈયાઓ દ્વારા પ્રાચીન રાસ, અર્વાચીન રાસ તથા ગરબાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમના ઉદધાટનમાં જયેશભાઇ રાદડીયા,  કુંવરજીભાઇ બાવળીયા, અરવિંદભાઇ રૈયાણી સહીતના રાજકીય આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા. આ રાસ ગરબાની સ્પર્ધાને નીહાળવા રંગીલા રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં આવ્યા હતા.

vlcsnap 2019 09 24 09h44m58s1

ગુજરાતની ગૌરવપૂર્ણ લોક સંસ્કૃતિના જતન અને સંવર્ધન અર્થે આયોજીત આ સ્પર્ધામાં અર્વાચીન ગરબા, પ્રાચીન ગરબા અને રાસ જેવી વૈવિધ્યપૂર્ણ કૃતિઓ રજુ કરાઈ હતી. આ કૃતિઓની મૂળભૂતતા જળવાઈ રહે તે માટે કોઈ પણ પ્રકારના ઇલેકટ્રોનિક ઉપકરણોની મદદ વિના પરંપરાગત રીતે સાજીંદાઓ અને ગરબે ઘુમનાર ભાઈઓ-બહેનોએ જ રાસ-ગરબા રમતા રમતાં ગીતો પણ જાતે જ ગાયા હતા. આ નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા-૨૦૧૯માં પ્રાચીન ગરબાના નિર્ણાયક તરીકે જગતસિંહ ઝાલા, જગદિશ પંડ્યા, મુકેશ રાવલ, અર્વાચીન ગરબાના નિર્ણાયક તરીકે રૂપલબેન શાહ, સોનલબેન મજમુદાર, પરેશભાઈ વોરા તથા રાસના નિર્ણાયક તરીકે રાણાભાઈ સિડા, જે.સી.જાડેજા, તથા  કે.વી.પરમાર સેવાઓ આપી રહ્યા છે.

vlcsnap 2019 09 24 09h43m01s106

આ કાર્યક્રમના ઉદઘાટન સમારંભમાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યા, અગ્રણી ગુણવંતભાઈ ડેલાવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ડી.જે.વાધેલા, જિલ્લા રમત-ગમત અધિકારી જાડેજા સહિત વિશાળ સંખ્યામાં કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આપણી સંસ્કૃતિ – પરંપરા આવનારી પેઢીમાં જળવાય રહે તે માટે સરકારે આવું પ્લેટ ફોર્મ પુરુ પાડયું: જયેશભાઇ રાદડીયા

JAYESH RADADIYA

જયેશભાઇ રાદડીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજય સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિ વિભાગ દ્વારા રાજકોટના આંગણે રાજય કક્ષાનો ગરબા કાર્યક્રમ યોજાયો છે. આજથી શરુ થયેલા આ મહોત્સવ ચાર દિવસ ચાલવાનો છે. રાજયના અનેક જીલ્લાઓમાંથી ગ્રામ્ય લેવલના પણ બાળકો આ સ્પધામાં ભાગ લીધો છે. અંદાજે રપ૦૦ થી વધારે ખેલૈયાઓ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. રાજયના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ વિઘાર્થીઓ તથા યુવાનોની કલાને બહાર લાવવા માટે એક અલગ પ્રકારનું પ્લેટફોર્મ પુરુ પાડયું છે. આવનારા સમયમાં નવરાત્રી જેવા તહેવારો શરૂ થયા છે. આપણી પરંપરા આપણી સંસ્કૃતિની વારસો કાયમ માટે જળવાઇ રહે અને આવનારી પેઢીમાં આ વારસો રહે તે માટે સરકાર દ્વારા આવું પ્લેટ ફોર્મ પુરુ પાડયું છે. અને ખેલૈયાઓમાં રહેલી કલાને બહાર લાવવાનો પ્રયત્ન રાજય સરકારે કર્યો છે.

અમારું લક્ષ્ય અહિંથી જીતીને જવાનું છે: હિરલ ખુશ્બા

vlcsnap 2019 09 24 09h44m08s15

હીરલ ખુશ્બા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કે.બી.એસ. કોલેજમાંથી આવીએ છીએ. અમે ખુબ જોરદાર તૈયારી કરીને આવ્યા છીએ. ‘અર્વાચીન’ જેવા રસા કોઇએ અહીં જોયા નથી. તો અમારું લક્ષ્ય એજ છે કે અહિંથી અમે જીતીને જઇએ. અમે જીલ્લા લેવલની રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લીધો છે. તથા યુવક મહોત્સવમાં ભાગ લીધો છે. જયાં અમે ઘણા બધા ઇનામો જીત્યા છીએ. નવરાત્રી એક ઉત્સવનો તહેવાર છે. તો બધા હળી મળીને ખુશીથી આનંદથી નવરાત્રીનો તહેવાર મનાવવો જોઇએ.

સ્પર્ધા માટે અમે જોરદાર તૈયારી કરી છે: મકવાણા પ્રાર્થના

vlcsnap 2019 09 24 09h43m39s241

મકવાણા પ્રાર્થના એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ગોપીનાથજી મહિલા કોલેજ ભાવનગર ગ્રામ્યમાંથી આવ્યા છીએ. અમે આ સ્પર્ધાને લઇને તૈયારી ખુબ જોરદાર કરેલ છે. અમારો પ્રયત્ન હશે કે અમારી રજુઆત ખુબ સારી થાય અને નંબર મેળવી શકીએ અને આની પહેલા જીલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં પણ લાભ લીધેલ છે. અમે આજે અહીં જે રજુઆત કરવાના છીએ તે અર્વાચીન ગરબાની કૃતિ છે જેના માટે અમે ખુબ મહેનત પણ કરી છે.

રાજકોટમાં ચારે બાજુ ગ્રીનરી, વાતાવરણ પણ ખૂબ સુંદર: છાયાબેન (અમરેલી)

vlcsnap 2019 09 24 09h44m25s187

છાયાબેને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે શાંતાબેન હરિભાઇ ગજેરા સંકુલ અમરેલીથી આવ્યા છીએ. જીલ્લા કક્ષાએ અમે પ્રથમ સ્થાન આવ્યા છીએ. એટલે અમે હવે રાજય કક્ષાની આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આવ્યા છીએ. રાજકોટ અમને ખુબ જ ગમે છે અહિં ચારે બાજુ ગ્રીનરી છે વાતાવરણ પણ ખુંબ સુંદર છે. નવરાત્રી આવી રહીછે ત્યારે અમને અહીં રાજકોટ આવીને ગરબા રમવાનું ખુબ જ મન થાય છે અને અહિં બધા મિત્રો સાથે નવરાત્રી માણીએ તેણી મારી અને મારા ગ્રુપની ઇચ્છા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.