ફક્ત 29 વર્ષની ઉંમરમાં લીલી સિંહ આજે અપકમિંગ યુટ્યુબર્સ માટે રોલ મોડેલ બની ગઈ છે. તેનાં દરેક વીડિયો અલગ-અલગ વિષયો સાથે સંલગ્ન હોય છે. ટાઈપ્સ ઓફ કઝિન્સ, ઈફ માય બ્રેઈન વોઝ અ પર્સન, હાઉ ટુ ટેલ યોર પેરેન્ટ્સ બેડ ન્યુઝ અને પેરેન્ટ્સ રિએક્શન્સ જેવાં વીડિયો પર આજે કરોડો વ્યુ આવી ગયા છે
માં-બાપે પણ એક વસ્તુ સમજવી પડશે કે સંતાનોનાં નવીનત્તમ વિચારોને લોકો સમક્ષ પેશ કરતાં અટકાવશો નહી. બની શકે છે કે કાલે ઉઠીને તમારૂ બાળક પણ લીલી સિંહની માફક ઈન્ટરનેશનલ સ્ટાર બની જાય!
ભારતમાં હજું યુટ્યુબને બિઝનેસ કે ફુલ ટાઈમ જોબ તરીકે ધ્યાનમાં લેવાય એ દિવસોને ભવની વાર છે. કારણકે અન્ય સામાન્ય નોકરીની માફક અહીં કોઈ ફિક્સ્ડ સેલરી કે ભથ્થું બાંધી અપાતું નથી. પોતપોતાની ટેલેન્ટ અને ક્ધટેન્ટ યુનિકનેસનાં આધાર પર યુટ્યુબ સૌને રોજીરોટી કમાવી આપવામાં મદદ કરે છે. ઈન્ડિયન પેરેન્ટ્સને હજુંય નાઈન ટુ ફાઈવની જોબ વધુ સેફ અને સાઉન્ડ લાગે છે. આજનો આ લેખ એવાં અમુક યંગસ્ટર્સને સમર્પિત છે જેઓ પોતાની કરિયર યુટ્યુબ થકી શરૂ કરવા માંગે છે, યુટ્યુબને પોતાનો પાર્ટે-ટાઈમ નહિ પરંતુ ફુલ-ટાઈમ બિઝનેસ બનાવવા માંગે છે અને ખાસ કરીને એવાં વાલી માટે, જેમનાં માટે યુટ્યુબ ફક્ત વીડિયો જોવાનું અને શેર કરવાનું માધ્યમ છે; પૈસા કમાવવા માટેનું નહી!
26 સપ્ટેમ્બર, 1988માં ટોરન્ટોમાં જન્મેલી ઈન્ડો-કેનેડિયન લિલી સિંહ આજે 30 વર્ષની સફળ યુટ્યુબર છે. તેણે ફક્ત યુટ્યુબ જ નહી, ટીવી-ડોક્યુમેન્ટરિઝ-વીડિયો લોગ-પ્લેબેક સિંગિંગ અને ફિલ્મોમાં પણ વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન જમાવ્યું છે. તાજેતરમાં લિલી સિંહનાં યુટ્યુબ સબસ્ક્રાઈબર્સની સંખ્યા એક કરોડ ચાલીસ લાખનાં આંકડાને વટાવી ગઈ છે. તેનાં વીડિયોને કુલ બે અબજથી પણ વધારે વ્યુઅર્સ મળી ચૂક્યાં છે. સેલેના ગોમેઝ, ડ્વાયને જોહ્ંસન(ધ રોક)થી માંડીને માધુરી દીક્ષિત, શાહરૂખ ખાન, કરીના કપૂર અને પ્રિયંકા ચોપરા પણ જેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે તેવી બેસ્ટ ફિમેલ યુટ્યુબર લિલી સિંહની અહીંયા સુધીની સફર ઘણી જ રસપ્રદ રહી છે.
લિલીએ સાયકોલોજી વિષય સાથે સ્નાતક થઈને અભ્યાસમાંથી એક વર્ષનો બ્રેક લીધો. આ સમય દરમિયાન તે પોતાનાં કરિયર બાબતે અતિશય ટેન્શનમાં આવી ગઈ હતી. શું કરવું અને શું ન કરવુંની મૂંઝવણ દિવસે ને દિવસે વધતી જતી હતી. માતા-પિતા પાછા ભારતીય એટલે સ્વાભાવિક રીતે જ લિલીને ભણવાનું આગળ વધારીને સારી નોકરી મેળવવાનું દબાણ પણ ખાસ્સું! આખરે એમની વાત માનીને લિલીએ સાયકોલોજી વિષયમાં જ માસ્ટર્સ કરવાનું નક્કી કરી લીધું. પણ તેનું મન અંદરથી ના પાડતું હતુંલિલીને સતત સમજાવતું હતું કે અત્યારથી જ તારી આવી હાલત છે તો અભ્યાસ દરમિયાનનાં ચાર વર્ષો કેમ કરીને પસાર થશે!?
ડિસેમ્બર,2011માં લિલીએ પોતાની બીજી યુટ્યુબ ચેનલ Superwoman Vlogs લોન્ચ કરી હતી. જેનાં હાલમાં વીસ લાખથી પણ વધુ સબસ્ક્રાઈબર્સ છે. આ ચેનલ પર લિલીએ જાતે શુટ કરેલાં સેલ્ફી-વીડિયો અપલોડ કરવામાં આવે છે. જેમાં ધ રોક(ડ્વાયને જોહ્ંસન), સેલેના ગોમેઝ, કરીના કપૂર સાથેનાં મીટિંગ વીડિયો મુખ્યત્વે છે. સુપરવુમન-વીલોગ પાસે હાલમાં ત્રેવીસ કરોડથી પણ વધુ વ્યુઅર્સ છે.
2015માં મુંબઈમાં યોજાયેલ યુટ્યુબ ફેનફેસ્ટ દ્વારા લિલીએ પોતાની વર્લ્ડ ટૂરની શરૂઆત કરી હતી. થોડાં સમય પહેલાં જ તેણે પોતાની મૂળ ચેનલ માટે અલગ-અલગ સિલેબ્રિટી સ્ટાર્સ સાથે કોલોબ્રેશન કર્યુ છે, જેમાં ડ્વાયને જોહ્નસન, જેમ્સ ફ્રેન્કો, સેથ રોગન, જેય સીન, કુનાલ નય્યર, માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા, શે મિચેલ, શાહરૂખ ખાન અને એરિયાના ગ્રાન્ડેનો સમાવેશ થાય છે.
યુટ્યુબ ઉપરાંત, અભિનય અને સંગીતક્ષેત્રે પણ લિલી સિંહે પોતાનાં ઝંડા ગાળ્યાં છે. ઓગસ્ટ 2013માં માધુરી દીક્ષિત અભિનીત ગુલાબ ગેંગ ફિલ્મનાં એક ગીત મોજ કી મલ્હારેં માટે લિલીએ પોતાનો અવાજ આપ્યો છે. તદ્દુપરાંત, તેણે ઘણાં-બધાં અંગ્રેજી રેપ સોંગ પણ ગાયા છે. સ્પીડી-સિંહ અને થેન્ક યુ(2011) જેવી ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યુ છે. 2016માં આવેલી આઈસ-એજ એનિમેટેડ ફિલ્મનાં બે પાત્રો બબલ્સ અને મિસ્ટી માટે તેણે ડબિંગ કર્યુ છે. બેડ મોમ્સ ફિલ્મમાં એક કેમિયો રોલ કર્યો છે અને આવું તો ઘણું બધું
એચબીઓ ચેનલ પર રીલિઝ થવા જઈ રહી ટીવી સીરિઝમાં (ફેરનહિટ 451 નામની એક ફિલ્મ પરથી આ ટીવી શોનું નિર્માણ થયું છે) લિલી રેવન નામની ટેબ્લોઈડ બ્લોગરનું પાત્ર ભજવવા જઈ રહી છે. ટૂંકમાં કહીએ તો, લિલી સિહં અત્યારે સફળતાની ટોચ પર બિરાજમાન છે. તેણીને યુનિસેફ દ્વારા બાળકોનાં હક-હિતો માટેની ગુડવીલ એમ્બેસેડર જાહેર કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ જ બહુમાન પ્રિયંકા ચ્પરાને પણ પ્રાપ્ત છે.
પ્રથમ ભારતીય સક્સેસફુલ યુટ્યુબર હોવાને નાતે લિલીએ ઘણી કઠિનાઈઓનો પણ સામનો કરવો પડ્યો છે. અમેરિકન મીડિયા લિલીનાં સફળ હોવા પર ઘણું જ અચંબિત થયું હતું. ઈન્સ્ટાગ્રામ પર આજે 80 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી લિલી, તમામ યંગસ્ટર્સને પોતાનાં કામ પ્રત્યે વફાદાર રહેવાની સલાહ આપે છે. કારણકે આ ક્ષેત્રમાં તમને નફરત કરનાર લોકો પણ હોવાનાં અને ટીકાકારો પણ! તેમનાથી ગભરાયા વગર કે પીછેહઠ કર્યા સિવાય યુટ્યુબને વળગી રહીને મનોરંજક ક્ધટેન્ટ પીરસતાં રહેવું એ જ એક યુટ્યુબરને સફળતાની સીડી ચડવામાં મદદ કરે છે.
ભારતમાં તો હજું થોડાં સમય પહેલાં જ યુટ્યુબે પગરવ માંડ્યા છે એમ કહીએ તો પ્ણ કશું ખોટું નથી. માં-બાપે પણ એક વસ્તુ સમજવી પડશે કે સંતાનોનાં નવીનત્તમ વિચારોને લોકો સમક્ષ પેશ કરતાં અટકાવશો નહી. બની શકે છે કે કાલે ઉઠીને તમારું બાળક પણ લિલી સિંહની માફક ઈન્ટરનેશનલ સ્ટાર બની જાય! સો કીપ લર્નિંગ એન્ડ કીપ ગોઈંગ!
દુનિયાનાં ટોચનાં પાંચ યુટ્યુબર્સમાં સ્થાન મેળવી ચૂકેલી લિલીની આગળની કહાની કોઈ બોલિવુડ ફિલ્મનાં ક્લાયમેક્સથી કમ નથી. અભ્યાસમાંથી લીધેલાં બ્રેક દરમિયાન મેક્સિકો ફરવા ગયેલી લિલી એક દિવસ એકલી-અટૂલી બીચ પર ટહેલતી ટહેલતી પોતાની જાત સાથે મનોમંથન કરતી હતી કે તેણે આગળ જીંદગીમાં કરવું શું છે! તેનાં જીવનનો ધ્યેય શું છે? એવું કયું કામ છે જે તેને જિંદગીભર કરતા રહેવાનો આનંદ આવશે? – અને જવાબમાં તેનાં દિલોદિમાગમાંથી એક જ શબ્દ નીકળ્યો યુટ્યુબ!!
એ સમયે લિલીનાં અમુક વીડિયો યુટ્યુબ પર આવી ચૂક્યાં હતાં, જે ખાસ્સાં લોકપ્રિય થયા હોવા છતાંય તેણે યુટ્યુબને એટલું ગંભીરતાથી લીધું ન હતું. મેક્સિકોથી પરત ફર્યા બાદ લિલીએ પોતાનાં માતા-પિતાને જઈને કહી દીધું કે પોતે હવે માસ્ટર્સને બદલે યુટ્યુબ પર ધ્યાન કેન્દ્રિત કરી તેને પોતાનું પ્રોફેશન બનાવવા ઈચ્છે છે. એ દિવસ અને આજની ઘડી, લિલીએ યુટ્યુબ પર વીડિયો બનાવવામાં પાછું વળીને નથી જોયું. દર અઠવાડિયે તેની યુટ્યુબ ચેનલ iiSUPERWOMANii પર લિલી બે વીડિયો અપલોડ કરે છે. જેને મિલિયન વ્યુઝ મળતાં વાર નથી લાગતી.
ફક્ત 29 વર્ષની ઉંમરમાં લિલી સિંહ આજે અપકમિંગ યુટ્યુબર્સ માટે રોલ મોડેલ બની ગઈ છે. તેનાં દરેક વીડિયો અલગ-અલગ વિષયો સાથે સંલગ્ન હોય છે. ટાઈપ્સ ઓફ કઝિન્સ, ઈફ માય બ્રેઈન વોઝ અ પર્સન, હાઉ ટુ ટેલ યોર પેરેન્ટ્સ બેડ ન્યુઝ અને પેરેન્ટ્સ રિએક્શન્સ જેવાં વીડિયો પર આજે કરોડો વ્યુ આવી ગયા છે. લોકો આ તમામ વીડિયોને વારંવાર જોવાનું પસંદ કરે છે તેનું એક કારણ એ પણ છે કે લિલી પોતાની વાતો કહેતી વખતે કોઈ પ્રકારનો દંભ કે દેખાડાનો આશરો નથી લેતી. દરેક પ્રકારની માનસિકતાને તે અત્યંત હળવાશથી રમૂજી પ્રકારે લોકો સમક્ષ પીરસે છે. આ જ ફેક્ટરને લીધે પ્રેક્ષકો પોતાની જાતને સીધા લિલીનાં ક્ધટેન્ટ સાથે કનેક્ટ કરી શકે છે.
લિલીનાં માતા-પિતા સુખવિંદરસિંહ અને મલવિંદરસિંહ પણ લિલીની આ પ્રગતિ જોઈને અત્યંત ખુશ છે. બેશક, તેઓને પણ લિલીનો યુટ્યુબને રોજીરોટીનું સાધન બનાવવાનો નિર્ણય શરૂઆતમાં ઘણો નાપસંદ હતો. પરંતુ 2010 થી લઈને 2017 સુધીની આ સાત વર્ષોની સફરમાં લિલીએ હાંસિલ કરેલી સફળતા તેમને હવે હૈયે ટાઢક આપે છે. માર્ચ, 2017માં લિલીએ પોતાની આ યુટ્યુબ જર્ની અને જિંદગી જીવવાની ફોર્મ્યુલા બતાવતી એક બુક રીલિઝ કરી છે, જેનું નામ છે-હાઉ ટુ બી અ બોઝ : અ ગાઈડ ટુ કોન્ક્વેરિંગ લાઈફ! જે ન્યુયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર રેન્કિંગમાં નંબર વન પર રહી ચૂકી છે.