‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા ફોટોગ્રાફી કલબના આયોજકોએ આપી માહિતી: મુલાકાતીઓ માટે આકર્ષક ઇનામો

ફોટોગ્રાફી કલબ ઓફ રાજકોટ દ્વારા 80 ફોટોગ્રાફરોના ર00 થી વધુ ફોટોગ્રાફસનું તા. 30 ડીસે.થી 1 જાન્યુ. સુધી ત્રિદિવસીય પ્રદર્શન કિલક કાર્નિવલ-2022 નું શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે આયોનન કરાયેલ છે. ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા ડો. વિમલ હેમાણી, શમશેરસિંહ સુચારીયા, નયનભાઇ શેઠ, બી.જી. સોની, વત્સલ કાપડીયા, પારીશભાઇ જોશીએ વિશેષ વિગતો આપી હતી.

રાજકોટની કલાપ્રેમી જનતા માટે સવારે 10 કલાકેથી રાત્રે 10 કલાક સુધી નેચર, વાઇલ્ડ લાઇફ, પોટ્રેઇટ, સ્ટ્રીટ ફોટોગ્રાફી જેવા બહુવિધ વિષયોને આવરી લેતી અદભુત તસ્વીરોનું પ્રદર્શન યોજાશે.

આ કલબના ઘણા બધા સભ્યોએ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી છે. ખુબ નામના ધરાવતા પ્રદર્શનોમાં તેમની તસ્વીરો સ્થાન પામી છે. અને ઘણા ફોટોગ્રાફરોની તસ્વીરો સ્થાન પામી છે અને ઘણા ફોટોગ્રાફરોની તસ્વીરો આંતરરાષ્ટ્રીય કલાચાહકો અને સંગ્રાહકો દ્વારા ખરીદી કરી તેમના અમૂલ્ય સંગ્રહોમાં સ્થાન પામ્યા છે. આ કલબમાં જોડાવાની કોઇ ફી નથી. બસ ફોટોગ્રાફીનો શોખ હોય અને કલબના તેમની તસ્વીરો અને કલાના યોગદાનથી સમાજમાં હકારાત્મક અને કલાનો વિકાસ થાઇ તેવા અભિગમથી આ કલબ ખુબ સારી પ્રગતિ કરી રહ્યું છે. અહીં સમયાંતરે વિવિધ વિષયોમાં અનુભવ ધરાવતા દેશનાં નામાંકિત પ્રોફેશનલ ફોટોગ્રાફી એકસ્પર્ટના વર્કશોપ અને સેમીનારના પણ આયોજન કરવામાં આવે છે.

આ પ્રદર્શનના મુખ્ય આકર્ષણમાં આયોજકો દ્વારા આ પ્રદર્શન નિહાળવા આવેલા મુલાકાતીઓ માટે એક સ્પોટ ફોટો કોન્ટેસ્ટનું આયોજન કરાયું છે. આ કોન્ટેસ્ટમાં પ્રદર્શનના સેટ-અપને લગતા કે ફોટો વિનહાળતા મુલાકાતીઓને લગતા કે આ પ્રદર્શન સ્થળને લગતા કોઇપણ ફોટો પાડી અને સ્પર્ધક દ્વારા આયોજકોએ હેલ્પ ડેસ્ક પર તેમનો કોઇ એક સીલેકટેક ફોટો સબમીટ કરવાનો રહેશે. પ્રદર્શનના છેલ્લે દિવસે આયોજકો દ્વારા પ્રથમ ત્રણ વિજેતા અને બીજા થોડા અશ્ર્વાસન વીજેતાઓને આકર્ષક ઇનામો આપી તેમને પ્રોત્સાહીત કરવામાં આવશે.રાજકોટ શહેરમાં ફોટોગ્રાફીની કલાના વિકાસ અને પ્રોત્સાહન માટે આયોજકો દ્વારા રાજકોટના તમામ કલારસિક નગરજનોને આ પ્રદર્શનની અચુક મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.