વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશિયલ ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતીય સમૂહલગ્ન યોજાયા

વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપ (ભગત ગ્રુપ) દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરણપરા ચોક ખાતે અનેકવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરી જેમાં ખાસ કરી ગણપતિ મહોત્સવ, શરદોત્સવ, રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, જ‚રિયાતમંદ લોકોને વિનામુલ્યે અનાજ વિતરણ, ગરીબ દર્દીઓને સહાય, જ‚રીયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસઅર્થે સહાયની સાથોસાથ છેલ્લા પાંચ વર્ષથી સર્વજ્ઞાતિ સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આ વર્ષે પણ ભવ્ય રીતે પાંચમો સમુહલગ્નમાં ૧૧ ક્ધયાઓના સમુહ લગ્ન રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં અને મુખ્ય મહેમાન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, નિતીનભાઈ ભારદ્વાજ, ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, મોહનભાઈ કુંડારીયા, ભાનુબેન બાબરીયા, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, દર્શીતાબેન શાહ, અરવિંદભાઈ રૈયાણી, નેહલભાઈ શુકલ, મહેશભાઈ રાઠોડ, વિક્રમભાઈ પુજારા, અજયભાઈ પરમાર, હરેશભાઈ જોષી, જયંતભાઈ ઠાકર, જીતુભાઈ સેલારા, કિરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા, સંદીપ ડોડીયાની ઉપસ્થિતિમાં યોજાયા હતા.

આ તકે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ પ્રભુતામાં પગલા પાડનાર નવદંપતિને આર્શિવચન પાઠવતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સમુહલગ્નના આયોજન ખુબ જ જ‚રી છે ત્યારે આ ગ્રુપ દ્વારા આ આયોજન કરેલ છે અને એ પણ સર્વજ્ઞાતિની દિકરીઓને જોડવામાં આવેલ છે

આ કાર્યક્રમને સફળ બનાવવા વિલ્સન સ્પોર્ટસ એન્ડ સોશ્યલ ગ્રુપના ભાઈચંદભાઈ કુંડલીયા, જયેન્દ્રભાઈ મહેતા, ઉમેશભાઈ ટાંક, કિરીટભાઈ ઘઘડા, સંદીપભાઈ ચાવડા,ભાગ્યેશ શાહ તેમજ આશાપુરા યુવક મંડળ, આશાપુરા ગરબી મંડળ, ત્રિમુર્તિ જાગરણ મંચ, મઢુલી ગરબી મંડળ, કોઠારીયા નાકા મિત્ર મંડળ, જય બાલાજી મિત્ર મંડળ, સાગર મિત્ર મંડળ, પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, જય રામનાથ મિત્ર મંડળ, નકલંકધામ પાળ ગામ સહિતનાનો સહયોગ સાંપડયો હતો. તેમજ સ્થાનિક કાર્યકરો મનોજ ભગત, ચંદ્રેશ ચાવડીયા, જયેશ ગોંડલીયા, રસીક આડેસરા, રાજુભાઈ શાહ, દિપકભાઈ તન્ના, જે.ડી.ચૌહાણ, હિતેષ મકવાણા, ભાવેશ કારીયા, અમીત તન્ના, હાર્દિક ચાવડીયા, મોહીત ભગત, નંદા ભગવત, નિલેશ ચાવડીયા, જતીનભાઈ ભીડોરા, દિક્ષીતભાઈ, અશોકભાઈ હાપા, મનસુખભાઈ બુઘ્ધદેવ, બીપીનભાઈ મકવાણા, નિતીનભાઈ ચૌહાણ, જીજ્ઞેશ બુદમાની, દિપકભાઈ ચૌહાણ, મનીષ રાયઠ્ઠા, અશોક પોરીયા, ભાવેશ ચુડાસમા, પીયુષ ગોંડલીયા, વિનુભાઈ વેગડ, બાબાલાલ ફીચડીયા, પ્રકાશભાઈ પારેખ, રાજુભાઈ રાજદેવ, મીતેષ રાયચુરા, ભાગ્યેશ જોષી, જયમીન જોષી, દીપકભાઈ મોડેશીયા, તેજશભાઈ બોરીચા, ઘનશ્યામભાઈ પરમાર, અમીત અનડકટ, આશીષ હાપા, રીતેશ ટાંક, ભરત પારેખ, જીજ્ઞેશ માંડલીયા, અશોકભાઈ રાણપરા, હર્ષદભાઈ રાણપરા, શાહનવાઝ હુસેન, વિજય ચાવડા સહિતનાએ જહેમત ઉઠાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.