ગરવી ગુજરાતની નારીઓ હજુ ફિગર પ્રત્યે એટલી સજાગ નથી બની ત્યારે ગુજરાતમાં કોઇ જાડી સ્ત્રી જોવા મળે તો હરખાઇને કહેવાય છે કે એ તો ખાતાપીતા ઘરની સ્ત્રી છે તેને શું પરેશાની હોય…..! ત્યારે સ્ત્રીઓમાં મેદસ્વિતાના કારણે અનેક સ્વાસ્થ્યના પ્રશ્નો ઉભા થાય છે. પરંતુ થોડા સમય પહેલા જ ગુજરાતની જ એક ૪૦ વર્ષીય સ્ત્રી જે સીંગલ મધર હોવા છતા મિસિર ઇન્ડિયા અર્થની સ્પર્ધામાં પસંદગી પામી હતી. તો આવો જાણીએ ગુજરાતની આ નમણી નારની જીવન કહાની અંગે
અમદાવાદમાં રહેતી અને કોઇ કારણોસર પતિથી છુટા પડી પુત્રને એકલે હાથે સંભાળતી ૪૦ વર્ષીય બિન્ની ભટ્ટની સુંદરતા ૨૫-૩૦ વર્ષની યુવતીને પણ શરમાવે તેવી છે. અગાઉ પણ ૧૯૯૯માં મિસ ગુજરાતનો ખિતાબ જીત્યો હતો આ ગુજરાતએ પુત્રને એકલે હાથે ઉછેરવામાં ક્યારેય પુત્રને કોઇ પરેશાની કે કમી મહેસુસનો થાય તેનો પુરતો ખ્યાલ રાખ્યો છે. બિન્નીએ ત્યારે સાથે સાથે પતિથી છુટા પડીને મિત્રતાના સંબંધો જાળવી રાખ્યા છે અને પુત્રને આગળના જીવનમાં પ્રશ્ન ઉભા ન થાય એટલે બિન્નીએ બીજા લગ્ન પણ નથી કર્યા. અગર તેની સુંદરતા વિશે વાત કરીએ તો બચપણથી જ બિન્ની આર્યુવેદમાં માનતી હતી. ત્યારે ૨૯ વર્ષની ઉંમર સુધી સાબુનો ઉપયોગ જ નથી કર્યો અને સુંદરતાનાં દેશી ઓસડિયા સમાન ચંદર, કેસર, પાંદડા ફુલોની પતિ વગેરેનો ઉપયોગ કરી સ્કીન અને સ્વાસ્થ્ય બંનેની સુંદરતા જાળવી રાખવામાં સફળ રહી છે. ત્યારે જ આ ૪૦ વર્ષીય સ્ત્રીને જોઇને ૨૨-૨૫ વર્ષની યુવતીઓએ પ્રેરણા લેવા જેવું છે.
બિન્ની બ્યુટી અને ગ્લેમર ફિલ્ડ સિવાય પણ સમાજ સેવાનાં ક્ષેત્રમાં પણ આગળ પળતી સાબિત થઇ છે.
તો બિન્ની ભટ્ટના જીવનમાંથી શિખવાનુંએ રહ્યું કે વધતી ઉંમર ક્યાંય નડતી નથી જ‚ર છે માત્ર પુરતા કોન્ફીડેન્સની અને પહોંચી શકો છો ધાર્યા મુકામે તેથી બિન્ની પહોંચી છે. મિસિસ ઇન્ડિયા અર્થની ક્લાસિક કેટેગરી સુધી તો ગુજરાતની નારીઓ ઘણુ શીખવા જેવું છે. આ ૪૦ વર્ષીય ગુજરાતણ પાસેથી ચુંકશો નહી.