તારા વગર એક સાંજ એમ ઢળે છે ,
તારા વગર સપના મારા ભડકે બળે છે.
તારા વગરની રંગીન સાંજ પણ ગમગીન ઢળે છે
તારા વગરનું જીવન મારુ રંગીહીન મળે છે
તું છો તો રાતમાં પણ અજવાળું મળે છે
તું નથી તો દિવસ પણ અંધકારમય ઢળે છે
તારા સાથેની મુલાકાત પછી બીજાને મળવામાં દિલ ડરે છે
તારી જ યાદોને દિલમાં રાખીને મન મારુ હજી પણ રડે છે.
મારા સ્મિતની તો શું વાત કરું એ તો તને જોવાથી જ મળે છે
તારી ચહેરાની ખુશીથી મારા બધા જ દુઃખ ટળે છે
તારા જ અસ્તિત્વમાં રંગીન થઈને મારા અસ્તિત્વને તરંગ મળે છે
તું સામે નથી છતાં તારા અસ્તિત્વનો અહેસાસ કરવાથી અંતરમાં શાંતિ મળે છે.
હવે તારી વાતોને વિચારવાથી મારુ મન ડરે છે
શુ કરું તારી યાદોનું મને તો સપનામાં તું જ મળે છે.