લાખો લોકો દ્વારકા પહોંચશે: દાતાઓ દ્વારા રહેવા જમવા તથા ઠંડાપીણાની વ્યવસ્થાઓ કરવામાં આવી

નજીકના દિવસોમાં હોળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ભગવાન દ્વારકાધીશ સાથે હોળી ઉજવવા સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં લોકો દ્વારકા જવા પગપાળા નીકળ્યા છે. ત્યારે લોકોને દ્વારકા સુધી પહોંચવા રસ્તામાં કોઈ તકલીફ ન પડે તે માટે દાતાઓ દ્વારા રાવટીઓ પણ બનાવવામાં આવી છે જેમાં રહેવાની તથા ભોજનની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે સાથોસાથ દૂધ કોલ્ડ્રિંક્સ આઈસ્ક્રીમ ઠંડા પીણા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આગામી તા.8 માર્ચના રોજ ધુળેટીના તહેવારની ઉજવણી ધામધૂમથી થવા જઈ રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન દ્વારકાધીશ સાથે ધુળેટીનો તહેવાર ઉજવવા સમગ્ર રાજ્યના ગામે ગામથી લાખો લોકો દ્વારકા જવા નીકળ્યા છે.

દ્વારકાધીશ પર શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ખુબ લાંબુ અંતર કાપીને પણ શ્રદ્ધાળુ અને ભગવાન દ્વારકાધીશના દ્વાર સુધી પહોંચાડી દે છે.તથા ઠાકર સાથે હોળી રમવી એ એક જીવનનો લ્હાવો પણ છે.

Screenshot 7 40

સમગ્ર રાજ્યમાંથી દ્વારકા જતા શ્રદ્ધાળુઓ માટે દાતાઓ દ્વારા માર્ગો પર રેવતીઓ પણ બનાવવામાં આવે છે જેથી શ્રદ્ધાળુ અને પદયાત્રામાં કોઈ તકલીફ ન થાય. રેવતીઓમાં રહેવાની તથા જમવાની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે તથા થોડા સમયથી જે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેને ધ્યાને લઈ ત્યાંથી નીકળતા યાત્રાળુઓ માટે દાતાઓ દ્વારા ઠંડા પીણા, શરબત, દૂધ કોલ્ડડ્રિન્ક, આઈસ્ક્રીમ વગેરેની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

ઠાકર સાથે હોળી રમવું એ એક લ્હાવો છે: શ્રદ્ધાળુ

અબતક સાથેની વાતચીતમાં દ્વારકા જતા સંઘના એક શ્રદ્ધાળુ જણાવે છે કે, અમે છેલ્લા પાંચ વર્ષથી બધા શ્રદ્ધાળુઓ દ્વારકા પગપાળા ચાલીને જઈએ છીએ,ખેડા જિલ્લાના તારાપુરથી અમે દ્વારકા જવા નીકળ્યા છીએ,છેલ્લા ચાર દિવસથી અમે દ્વારકા જવા નીકળ્યા છીએ ખેડા જિલ્લાના તારાપુર થી અમે દ્વારકા જઈએ છીએ તથા અમારા ઘરથી દ્વારકા આશરે 550 કિલોમીટર દૂર આવેલું છે.અમારા જેવા લાખો શ્રદ્ધાળુઓ સમગ્ર ગુજરાતમાંથી દ્વારકા જવા નીકળ્યા છે તથા માર્ગ પર તેમના માટે રહેવા જમવાની વ્યવસ્થા માર્ગ પર રાવટીઓ દ્વારા કરવામાં આવે છે.આ વખતે પુરા હર્ષલાસ સાથે ભગવાન દ્વારકાધીશ સાથે હોળીનો તહેવાર ઉજવવો છે. ઠાકર સાથે હોળી રમવી એ પણ એક લહાવો છે.દ્વારકાધીશ પરની અતૂટ શ્રદ્ધા અમને ત્યાં લઈ જાય છે અને આજદિન સુધી અમને કોઈપણ પ્રકાર ની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.

2001 થી અમે આ સેવાયજ્ઞ ચલાવીએ છીએ : હરિભાઈ સભાડ

હરિભાઈ સભાડ અબતક ને જણાવે છે કે,અમે 2001થી દર વર્ષે આ આયોજન કરીએ છીએ અમારા મિત્ર મંડળના બધા જ લોકો એક સ્વયંસેવકની જેમ કામ કરી દ્વારકા પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થા કરે છે.દર વર્ષે ચાર થી પાંચ દિવસ અમે આ સેવાયજ્ઞ ચલાવીએ છીએ તથા હજારોની સંખ્યામાં આ સેવાયજ્ઞનો લાભ યાત્રાળુઓ દ્વારા લેવામાં આવે છે.થોડા સમયથી જે ગરમી નો અનુભવ થાય છે તેનાથી માર્ગ પર યાત્રાળુઓને કોઈ તકલીફ ન થાય એ માટે ખાસ આ વર્ષે અમે આઇસક્રીમ તથા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.