સમયે વિશ્વ કપ માટે ટિકિટ વેચાવાની શરૂ થઈ તે સમયથી જ ટિકિટ પૂરી થઈ ગઈ છે વહેંચાઈ ગઈ છે તેવી વાતો સામે આવી હતી. બોગસ વેબસાઈટો મારફતે પણ ટિકિટ વેચાણનો કૌભાંડ આચરવામાં આવ્યું હતું. પ્રશ્ન એ છે કે જો બુક માઈ શો પાસે ટિકિટ ન હોય બુક માઈ શોના કર્મચારી પાસે 66 ટિકિટો ક્યાંથી આવે. પરમાર શરૂઆતથી જ ટિકિટને લઈને ઘણા પ્રશ્નો ઉદભવિત થયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક દલાતલવાડી જેવો ઘાટ જોવા મળ્યો છે.
અમદાવાદમાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની કાળા બજારીમાં બે યુવકોનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. ટિકિટ ખરીદવા માટે બોલાવ્યા બાદ બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરીને પૈસા પડવ્યાની ફરિયાદ નોંધાઈ છે. સેટેલાઈટ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. ટિકિટોની કાળાબજરી કરવા માટે ટિકિટ ખરીદવા ગયા હોવાનું ખુલ્યું, પરતું ટિકિટ ન મળતાં અપહરણનું ષડ્યંત્ર રચ્યું હતું.
66 ટિકિટ સાથે રૂ.5 લાખની માંગણી કરીને 24 હજાર પડાવ્યા : 4 શખ્સોની ધરપકડ
આરોપી ઉન્મેશ અમીન, રવિ ઉર્ફે બબ્લુ પરમાર, સંજય ઉર્ફે કાળુ પરમાર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે ભેગા મળી બે યુવકનું અપહરણ કરીને બળજબરી પૂર્વક એટીએમમાંથી રૂપિયા 24 હજાર પડાવ્યા છે. સેટેલાઇટ પોલીસે અપહરણ કેસમાં આ ચારેય આરોપીની ધરપકડ કરી છે.
ઘટના એવી છે કે, સ્ટેડિયમ ખાતે નોકરી કરતા વિવેક વાળાને ભારત-પાકિસ્તાનની ટિકિટ ખરીદવા બહાને આરોપીઓ ઇસ્કોન બ્રિજ પાસે બોલાવીને અપહરણ કર્યું અને વેજલપુર રેલવે ક્રોસિંગ નજીક લઈ જઈ મારમારીને એટીએમમાંથી રૂપિયા 24 હજાર પડાવી લીધા હતા. જે ઘટનાને લઈ વિવેક વાળાએ ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલ આરોપીઓ ટિકિટની કાળાબજરી કરવા માટે ટિકિટ ખરીદવા સ્ટેડિયમ ગયા હતા. ત્યારે સ્ટેડિયમ પર વિવેક વાળા સાથે મુલાકાત થઈ હતી. વિવેક વાળાએ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ આપવાની વાત કરી હતી કારણ કે વિવેક વાળાને અન્ય એક વ્યક્તિએ ટિકિટ વેચવા માટે કહ્યું હતું. તેથી વિવેક આરોપી અને અન્ય વ્યક્તિના વચેટિયા તરીકે આરોપી પાસે ગયો હતો, પરતું વિવેક પાસે ટિકિટ નહિ હોવાથી આરોપીઓને શંકા ગઈ હતી.
તેથી તેમણે વિવેકનો એક વીડિયો બનાવ્યો જેમાં બોગસ ટિકિટ વેચીને 13 લાખનું ફ્રોડ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ વિવેકને મારમારીને પૈસા પડાવ્યા હતા. જેમાં વિવેક પાસે 5 લાખ રૂપિયા માંગીને 24 હજાર પડાવી લીધા હતા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ કેતન વ્યાસ કહેવું છે કે, પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીઓ અભ્યાસ કરતા હોય અને ટિકિટોની કાળા બજારી માટે ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાવાની છે. જેને લઈને ગુજરાત પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ મેચને લઈને ટિકિટોના કાળાબજાર પર પણ પોલીસ નજર રાખી રહી છે. ગઈકાલે નકલી ટીકિટો ઝડપાયા બાદ આજે શહેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં બે મિત્રોને મેચની ટિકિટોનો સોદો કરવો ભારે પડ્યો છે. બંને મિત્રોનું કેટલાક શખ્સોએ અપહરણ કર્યું હતું અને તેમની પાસે બોગસ ટિકીટ વેચે છે અને 13 લાખનું ફ્રોડ કર્યું છે તેવુ બોલાવી વીડિયો ઉતાર્યો હતો. ફસ્ટ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટમાં એ વાતની સ્પષ્ટતા થયેલી છે કે અમીને 66 ટિકિટ વિવેક વાળા અને બારોટ પાસે આ સાઇટ ટિકિટ મંગાવી હતી અને તે ટિકિટ ને ઇસ્કોન સર્કલ પાસેથી આપવા માટેની વાત કરવામાં આવી હતી.