મનુ કવાડ ગીર ગઢડા
આપણે સૌ જાણીએ છીએ કે આજના યુગમાં શિક્ષણ કેટલું અગત્યનું અને શિક્ષણની સાથે શિક્ષક પણ કેટલા જરૂરી છે કારણ કે શિક્ષક વિના કોઈ જ્ઞાન આપી શકે નહિ. ઘણીવાર વિદ્યાર્થીને અગવડતા પડતી હોય છે કે આજે શિક્ષક નથી આવ્યા તો કેવી રીતે ભણશું ત્યારે હવે વિદ્યાર્થીઓની આ સમસ્યનો અંત આવ્યો છે…ગીર પંથકમાં શિક્ષક દ્વારા જ એક મશીન બનાવવામાં આવ્યું છે જેમાં શિક્ષક રજા પર હોય ત્યારે બાળકો મશીન પાસે ભણે…
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ગીર ગઢડાની છે જ્યાં 60 કિમી દુર તુલસી શ્યામ ત્યાંથી પાંડવ ના ભીમચાસ પાસે આવેલ ગીર અભ્યારણ મા દોઢીનેસ પાસે શિક્ષક દ્વારા બાળકો શિક્ષક વિના પણ ભણી શકે તેવું મશીન બનાવવામાં આવ્યું છે. આ મશીન ચાપરડાના મુક્તાનંદ બાપુએ પોતાના આનંદ ધારા પ્રોજેક્ટ અંતર્ગત આપ્યું છે.
અબતક મિડિયાની ટીમ ગીર ગઢડાથી 60 કિમી દુર તુલસી શ્યામ ત્યાંથી પાંડવના ભીમચાસ પાસે આવેલ ગીર અભ્યારણ મા ડોઢીનેચ પહોંચી હતી.આ સ્થળે માલધારી ના 22 જેટલા ખોરડાં આવેલા છે અહિ પાવર સપ્લાય પણ નથી આથી સોલાર પેનલ લાઈટો છે અને મોબાઈલ કવરેજ પણ ક્યારેક જ મળે છે અહિ સરકારી શાળા પણ છે આખી સોલાર પાવર સપ્લાય સંચાલીત છે ત્યારે કચ્છના માંડવી તાલુકાની હુદરાઈ બાગ શાળાના શિક્ષક દિપકભાઈ મોતાએ આ મશીન બનાવ્યું છે જે ઈન્ટરનેટ વગર પણ ચાલે છે અને બેકઅપ બેટરી પણ ધરાવે છે.
અબતક ની ટીમ પ્રવેશતા જ એક બાળક મશીન ઓપરેટ કરતા જોવા મળ્યું પહેલા બીજા ધોરણમાં અભ્યાસ કરતા બાળકો પણ આ મશીન ને ઓપરેટ કરી શકે છે. શાળાના પ્રીન્સીપાલ જણાવ્યા અનુસાર જ્યારે કોઈ શિક્ષક રજા પર હોય અથવા વહિવટી કામમાં રોકાયેલા હોય ત્યારે મશીન દ્વારા બાળકો ભણે છે. અમુક ભાષા ને લગતા એકમમા વિદ્યાર્થીઓ મશીન થકિ વધુ સારી રીતે સમજી જાય છે કારણકે તેમા કેટલાય વિષયો તેમા કાર્ટૂન ના સ્વરૂપ માં તૈયાર કરેલા છે સાથે જ આ મશીન શિક્ષકોને પણ સમયની સાથે કોર્સ પુરો કરવામાં પણ મદદરૂપ થાય છે. ક્યારેક પહેલા બાળકોને વિડિયો પાઠ બતાવીએ પછી તેને બોર્ડ દ્વારા પણ સમજાવવામાં આવે છે .