ST બસ પોર્ટમાંથી વૃધ્ધાનું દોઢ લાખની મતાનું પર્સ ચોરાયું
એરપોર્ટ જેવી સુવિધા આપતું રાજકોટનું લક્ઝરી બસ પોર્ટ હાલ તસ્કરોનું આપી સેન્ટર બન્યું હોય તેમ ચોરીના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે ગઈકાલે જ મોરબીનાં મોટી વાવડી ગામે રહેતા કુંદનબેન ઘનશ્યામસિંહ જાડેજા (ઉ.વ.80) આજે બપોરે પુત્રી વર્ષાબા હરદેવસિંહ ઝાલા (ઉ.વ.40) સાથે મોરબી જવા માંટે રાજકોટ બસ ડેપોમાં આવ્યા હતાં. મોરબીની બસ આવતા તેમાં ચડયા હતાં. પરંતુ ટ્રાફિક હોવાથી તત્કાળ ઉતરી ગયા હતાં.
બાદમાં રાજકોટ – ભુજ રૂટની બસમાં બેસી ગયા હતાં.એવામાં વર્ષાબાને પાણી પીવું હોવાથી માતા કુંદનબેનને તેમનાં થેલામાં રહેલું પોતાનું પર્સ આપવાનું કહ્યું હતું. જેથી કુંદનબેને થેલો જોતા તેની ચેઈન ખુલેલી હતી. અને અંદરથી પર્સ પણ ગાયબ હતું. જેમાં રોકડા રૂા. 3 હજાર ઉપરાંત રૂા. 1.50 લાખની કિંમતનું આશરે પાંચ તોલા સોનાનું મંગળસુત્ર હતું. પરિણામે સાંજે એ.ડીવીઝન પોલીસ મથકે જઈ ફરીયાદ નોંધાવી હતી.પોલીસે તેમની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.