- વિજયાબેન બથવાર પુત્ર દિનેશ સાથે રાત્રિના 11 વાગ્યાં આસપાસ કચરો વીણી પરત ફરતા’તા ત્યારે સફેદ કલરની બેફામ કારે અડફેટે લીધા
- રાજકોટના કાલાવડ રોડ પર મોડી રાત્રે હિટ એન્ડ રન
રાજકોટ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ દોડતી કારે શહેરના કાલાવડ રોડ નજીક 64 વર્ષીય વૃદ્ધા વિજયાબેન બથવાર પોતાના પુત્ર દિનેશ સાથે રાત્રીના અગિયાર વાગ્યાં આસપાસ કચરો વીણીને પરત ફરતા હતા ત્યારે બેફામ કારે ઠોકરે લઇ લગભગ એકાદ કિલોમીટર સુધી ઢસડતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વૃદ્ધાને અડફેટે લઇ મોતને ઘાટ ઉતારી દેનાર બેફામ કારચાલક કાર લઈને ફરાર થઇ જતાં તાલુકા પોલીસની ટીમે સીસીટીવીના આધારે કારની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગઈ રાત્રે મૂળ કણકોટના રહેવાસી વિજયાબેન બીજલભાઈ બથવાર(ઉ.વ.64) પોતાના નાના પુત્ર દિનેશ બથવાર સાથે કચરો વીણીને અંદાજિત 11 વાગ્યાં આસપાસ ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે કણકોટ ગામમાંથી બેફામ કાર હંકારીને નીકળેલા શખ્સે વિજયાબેનને ઠોકરે ચડાવ્યા હતા. ઠોકરમાં વૃદ્ધા કારના ટાયરમાં ફસાઈ જતાં બેફામ કારચાલકે અંદાજિત એકાદ કિલોમીટર સુધી ઢસડતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મૃતક વૃદ્ધાના પુત્ર દિનેશભાઈ બથવારના જણાવ્યા અનુસાર તેઓ
પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી
કણકોટ ગામમાં બનાવ બન્યો હોવાથી ખાનગી સીસીટીવી ફૂટેજની ચકાસણી રાત્રીના સમયમાં કરવી મુશ્કેલ હતી. જેથી પોલીસે આજે સવારથી જ ખાનગી સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે જ સફેદ રંગની કારની ઓળખ થશે અને ત્યારબાદ ચાલક કોણ હતું? નશાની હાલતમાં હતો કે કેમ? તે બધા પ્રશ્નોના જવાબ મળશે.