રશિયાના સેવેરા કુસલ વિસ્તારના ૪૦૦ લોકોને સલામતી સ્થળે ખસેડાયા
મોસ્કો સેવેરા કુરીલ્સ્કના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં ૭.૨ તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકાથી કોઇ જાનહાની કે નુકશાનીના અહેવાલ નથી.
રશિયન ઇમરજન્સી મંત્રાલયે જણાવ્યું હતું કે સેવેરો કુરાલની દક્ષિણપૂર્વે ર૧૦ કી.મી. દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. પેરામુશીરના કુરીલ આઇલેન્ડ ખાતે ૨૫૦૦ ની વસ્તી છે ત્યાં આ ભૂકંપ આવ્યો હતો. ભૂકંપમાં કોઇ જાનહાની કે નુકશાની થઇ નથી જો કે સેવેરો કુરીલના ૪૦૦ લોકોને ઉંચા સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ઇમરજન્સી સેવાએ જણાવ્યું હતું કે આ ભૂકંપથી સુનામીના દોઢથી બે ફુટના મોજા ઉછળ્યા હતા.
જાપાનના શહેર સપોરોના ઉતરપૂર્વમાં ૧૪૦૦ કી.મી. ના અંતરે અને ૫૯ કી.મીના ઉંડાઇએ તેનું કેન્દ્રબિંદુ હતું તેમ યુએસજીએસ એ જણાવ્યું હતું.
પેસીફીકે સુનાવણ ચેતવણી કેન્દ્રે જણાવ્યું હતું કે ભૂકંપને લીધે હળવી સુનામી આવી હતી પણ હવે કોઇ ગંભીર ચિંતા કરવાની જરૂર નથી. બીજા વિશ્ર્વ યુઘ્ધ બાદ કુરીલ શ્રૃંખલાના દક્ષિણ વિસ્તારમાં ચાર ટાપુઓને લઇ મોસ્કો અને ટોકયો વચ્ચે વિવાદ થયો છે કુરીલ જાપાનના ઉતરી ઉતરાય વિસ્તારનો હિસ્સો ગણાય છે.