ભૂકંપના એપિસેન્ટરના ૧૦૦૦ કી.મી. દરિયાકિનારા વિસ્તારમાં વિનાશક સુનામીની ચેતવણી બાદ સરકારી તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડાયા

ઓસ્ટ્રેલિયા પાસે આવેલા પપુઆ ન્ય ગુયાનાના દરિયા કિનારાના વિસ્તારોમં ગઈકાલે ૭.૫ની ભારે તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો. આ તીવ્ર ભૂકંપના આંચકાના કારણે પેસીફીક મહાસાગરમાં વિનાશકારી સુનામી આવવાની ચેતવણી પેસિફીક સુનામી વોર્નિંગ સેન્ટરે આપી છે.પપુઆ ન્યુગુઆનાના કોકોપોની ઉત્તરપૂર્વમાં ધરતીના પેટાળમાં ૪૪ કીલોમીટર નીચે આ ભૂકંપનું ઉદભવ કેન્દ્ર જોવા મળ્યાનું સેન્ટરના રીપોર્ટમાં જણાવાયું છે.

આ ભૂકંપ અંગે માહિતી આપતા કોકોપોમાં આવેલા રોપોપો પ્લાન્ટેશન રિસોર્ટના એમ.ડી. મેગન માર્ટીને જણાવ્યું હતુ કે આ ભૂકંપ ભારે તીવ્રતા અને ખૂબજ ભયાનક હતો. ત્યાં કોઈ નુકશાન દેખાતુ નથી પરંતુ અમે તેની તપાસ કરી રહ્યા છીએ. પેસિફીક સુનામી વોર્નીંગ સેન્ટરના જણાવ્યું હતુ કે આ ભારે તીવ્રતાવાળા ભૂકંપના પ્રત્યાઘાત રૂપે એપી સેન્ટર નજીક દરિયા કિનારાના એક હજાર કિલોમીટરના વિસ્તારમાંવિનાશકારી સુનામી આવવાની સંભાવના છે.

જેની વિવિધ સરકારી તંત્રો દ્વારા દરિયા કિનારા વિસ્તારના લોકોને આ સુનામીની સંભાવના અંગે એલર્ટ કરીને દરિયો ન ખેડવા તથા સુરક્ષીત સ્થાનો પર જતા રહેવા સુચના અપાઈ છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં પણ પપુઆ ન્યુ ગુયાનામાં ૭.૫ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો હતો જેમાં ૧૫૦ લોકોના મૃત્યુ થયા હતા અને સેંકડો ઈમારતો નષ્ટ થવા પામી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.