બાલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, લોમ્બોકના મુખ્ય શહેરમાં ભારે નુકસાન, રિંગ ઓફ ફાયર મુશ્કેલીમાં
ઈન્ડોનેશિયા વારંવાર ભુકંપના આંચકા આવતા હોય છે ત્યારે ત્યાંના હોલી ડે આઈલેન્ડ લોમ્બોકમાં અઠવાડીયામાં બીજી વખત ભુકંપ આવતા ૮૨ થી વધુના મોત અને હજારો લોકો ઘાયલ થયા હતા તો હજારો ઈમારતો ધરાશાઈ થઈ છે. ૭ની તીવ્રતાના ભુકંપથી ઈન્ડોનેશીયા હચમચી ઉઠયું હતું. અનેક પર્યટકો ફસાયા હતા. રવિવારે સાંજે પાડોશી ટાપુ બાલી ઉપર પણ ભુકંપના આંચકા અનુભવાયા હતા. બાલી સાઉથઈસ્ટ એશિયાનું પ્રખ્યાત ટુરિસ્ટ ડેસ્ટીનેશન છે.
નેશનલ ડિસાસ્ટરના નુગ્રોહુએ જણાવ્યું હતું કે હજુ સુનામી આવવાની ચેતવણીની જાહેરાત કરતા હજારો લોકો ઘર વિહોણા થયા છે. સુનામીની સુચના વહેલા અપાઈ હોવાથી લોકોમાં ખુબ જ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.
લોકોને ૨૦૦૪માં આવેલ સુનામીની યાદોની ભીતી સેવાઈ રહી છે. ઈન્ડોનેશિયામાં ૨૦૦૪માં આવેલા ભુકંપે ૧ લાખ ૬૮ હજાર લોકોના જીવ લીધા હતા. મોટા ભાગના નોર્થન લોમ્બોકના લોકો પહાડ નીચે દબાઈને મૃત્યુ પામ્યા હતા તો હજારો લોકો સુરક્ષિત સ્થળે પહોંચી ચુકયા છે. લોમ્બોકના બીચ દુનિયાભરના ટુરિસ્ટોનું આકર્ષણ છે ત્યારે આ ભુકંપની સ્થિતિ થતા ત્યાં આવેલ મુસાફરો અને સ્થાનિકો ચિંતામાં મુકાયા છે.
રેસ્કયુ ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે, લોમ્બોકના મુખ્ય શહેર મતારમમાં બિલ્ડીંગોમાં ભારે નુકસાન થયું છે. વિજ વ્યવહાર ખોળવાત લોકો સરકારી હોસ્પિટલોનો સહારો લઈ રહ્યા છે. સિંગાપોરના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, જયારે ભુકંપ આવ્યો ત્યારે હું સિકયોરીટી કોન્ફરન્સ માટે હોટેલના ૧૦માં માળે હતો. દિવાલોમાં તિરાડ પડવા લાગી હતી. બાલીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને સુનામીથી મોટુ નુકસાન થયું છે. લોકો સુવિધા અડિખમ કરવામાં આવી છે. આ પૂર્વ ૬.૪ની તીવ્રતાના ભુકંપમાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા.