ભૂકંપની અવધી અતિશય ટૂંકી હોવાથી સદનશીબે જાનમાલને કોઈ જ નુકસાન થયુ નથી: સરકારી તંત્ર એલર્ટ
વહેલી સવારે ભારત અને ચીન બોર્ડર નજીક ૬.૭નો ભૂકંપ આવ્યો હતો. યૂનાઈટેડ સ્ટેટસ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ આજે સવારે ભારતીય સમય અનુસાર ૬.૩૪ કલાકે દક્ષિણ ચીન અને ભારતીય સરહદે તિબેટીયન વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રીચર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૭ નોંધાઈ હતી. ભારત અને ચીન સરહદ પરનું ગામ શીનચેનમાં વસ્તી છે. જોકે ભૂકંપથી જાનમાલને કોઈ નુકસાન થયું છે કે કેમ તેના અહેવાલ મળ્યા નથી. ૬.૭ના ભૂકંપ બાદ પણ આફટર શોક ચાલુ રહ્યા હતા. ભારત ચીન સરહદેથી ૧૫૦ માઈલ એટલે કે ૨૪૦ કિલોમીટર ઉંડે ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ભૂકંપ અનુભવાયો તે વિસ્તાર ભારત અને ચીનને સરહદે આવેલો છે. ખાસ કરીને ચીનનું સનચેન અને ભારતના તિબેટમાં વસ્તી છે. જોકે ભુકંપની તીવ્રતા ૬.૭ હોવા છતાં તેની અવધિ ખૂબ જ ટૂંકી હોવાના કારણે સદનશીબે કોઈના મૃત્યુ થયા નથી. ભુકંપના આંચકા બાદ સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું છે. તેમણે જરૂરી પગલા લઈને લોકોને રાહત પહોંચાડી છે કે અમુક વિસ્તારને સલામતી સ્થળે સ્થળાંતર કરી જવા અપીલ કરી છે.