મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી દ્વારા કોંગ્રેસ મુકત ગુજરાત બનાવવાના પ્રારંભ સ્વરુપે દિવ્યાબેન સગપરીયા, કિશોર સગપરીયા, સહીતના કોંગ્રેસના અગ્રણીઓને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, સાંસદ મોહનભાઇ કુંડલીયા, ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, ભાજપના મહીલા અગ્રણી અંજલીબેન ‚પાણી સહીતના ભાજપના આગેવાનોએ કેસરીયા ખેસ પહેરાવી ભાજપમાં જોડી કોંગ્રેસમુકત ગુજરાતના શ્રીગણેશ કરાયા હતા. આ તમામ ને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ આવકાર સાથે ભાજપમાં જોડાઇ મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની વિકાસયાત્રાના સહભાગી બનવાનું આહવાન આપ્યું હતું. આ તકે કિશોર સાગપરીયાએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનસેવક નરેન્દ્ર મોદીની વિકાસયાત્રામાં જોડાવાનો તેમને આનંદ અને ગર્વ છ. પ્રગતિશીલ ભાજપ સરકારની કામગીરીથી પ્રભાવિત થઇને તેઓએ ભાજપની વિચારધારાને સબળી બનાવી રાષ્ટ્રસેવાનું કામ કરવાનું નકકી કર્યુ છે. આ તકે દિવ્યાબેન સગપરીયાએ જણાવ્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ મંત્રથી ગુજરાત વિકાસના સીમાડા ઓળગી રહ્યું છે. ત્યારે કૌભાડથી ખદબદતા તેમજ એક-મેકની ટાંટીયાખેંચમાંથી ઉચા ન આવતા કોંગ્રેસમાંથી મુકીત મેળવી વિકાસલક્ષી ભાજપમાં ભળવાનો આનંદ ગર્વભેર તેઓએ અભિવ્યકત કર્યો હતો અને સાથે સાથે જણાવ્યું હતું કે કોગ્રેસનો પાપનો ઘડો ભરાઇ ચુકયો છે. અને તેમની નૌકા ડુબી ચુકી છે કોંગ્રેસમાથી ભાજપમાં જોડાઇ ગર્વ અનુભવતા કાર્યકર્તાઓમાં હરેશ સગપરીયા, બાબુભાઇ પાનસુરીયા, અનીલ સગપરીયા, અનીષ કથીરીયા, રઘુભાઇ આસોદરીયા, લાલજીભાઇ પઢીયાર, ચીરાગ સગપરીયા, મોહીત પરસાણા, ભાવેશ કોઠારી, અરસીભાઇ ઓડેદરા રત્નાભાઇ ફળદુ અનુલ જોબતપુત્રા, વાલજીભાઇ ચૌહાણ, સુરેશભાઇ તાળા સહીતના કેસરીયા ખેસ ધારણ કરતા કાર્યકર્તાઓને શહેર ભાજપ દ્વારા આવકારવામાં આવ્યા હતા.
Trending
- જાણવા જેવું / સર્જરી દરમિયાન ડોક્ટરો લીલા કપડા જ કેમ પહેરે!!!
- પિતાના આંસુએ નીતિશ કુમાર રેડ્ડીને MCG ખાતે યાદગાર ટેસ્ટમાં સદી ફટકારવા આપી પ્રેરણા
- જાન્યુઆરીથી રેશન કાર્ડ સંબંધિત નવા નિયમો થશે લાગુ , કરોડો લોકોને થશે અસર
- વડોદરા: દારૂનો દરોડો પાડવા ગયેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પર હુ-મલો
- થર્ટી ફર્સ્ટ પૂર્વે અલગ-અલગ વિસ્તારમાં વાહન ચેકીંગ સહિતની ઝુંબેશ હાથ ધરતી પોલીસ
- પ્રતિ કલાક 800 ઈ-ચલણ આપવાની ક્ષમતાવાળા રડારયુક્ત ઇન્ટર સેપ્ટર વાહનો દોડશે
- દવાની વિવિધ જાતોની 41 બેચો ગુણવત્તામાં નિમ્ન કક્ષાએ પહોંચી
- જિલ્લા-મહાનગરોના અધ્યક્ષ કોણ બની શકશે? આજે ભાજપ જાહેર કરશે ગાઇડલાઇન