Junagadh News : આવતીકાલથી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પહેલા જ ભાવિકો નો વન પ્રવેશ: પરિક્રમા માર્ગ પર અન્ન ક્ષેત્ર ધમધમી ઉઠ્યા

જુનાગઢ

જુનાગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમા વિધિવત રીતે 12નવેમ્બરે શરૂ થવાની હતી ત્યારે ભવનાથમાં ભાવિકો ની ઉત્સાહપૂર્વકની ઉપસ્થિતિને લઈને વનતંત્ર અને વહીવટી તંત્રએ પરિક્રમા એક દિવસ વહેલી શરૂ કરાવી ભાવીકોને વનમાં પ્રવેશ આપી દેતા ભવનાથ થી બોર દેવી અને માળવેલા સુધીના  રસ્તો ભાવિકોની ચહલ અને અન્નક્ષેત્ર ની સદાવતથી ધમધમવા લાગ્યો છે,

પ્રથમ દિવસે જ અઢીથી ત્રણ લાખ ભાવીકોએ વન પ્રવેશ કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે

બે દિવસ પહેલા જ વન તંત્રસાધુ સંતો અને પોલીસ સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ ગિરનારની પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું હતું ,આ વર્ષે પરિક્રમા સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત રાખવા પર ખાસ ભાર આપવામાં આવી રહ્યો છે

પરિક્રમા ના ઇતિહાસમાં સૌ પથમ વખત પરિક્રમા રૂટ પર સંપૂર્ણપણે પ્લાસ્ટિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, લીલી પરિક્રમા પંથ ચઢાવ ઉતરાવાળો હોય માનવ ભીડ ને ધ્યાને લઈ  ભાવિકોને ઈમરજન્સી સેવા માટે જીણાબાવાની મઢી, માળવેલા ઘોડી ,બોરદેવી સહિત 10જગ્યાએ હંગામી દવાખાના ઉભા કરવામાં આવ્યા છે પરિક્રમા રૂટ ઉપર 12સહિત કુલ 16 એમ્બ્યુલન્સ તેના કરવામાં આવી છે ભવનાથ માલીડા અને બીલખા ના રામનાથ વિસ્તારમાં 108 એમ્બલન્સ ને તેના કરવામાં આવી છે

ઠેર ઠેર પ્રી પાર્કિંગના સાઈન બોર્ડ મારવામાં આવ્યા છે, અને ગિરનાર દરવાજાથી પરિક્રમા તરફના રસ્તે એક માર્ગીય માર્ગ જાહેર કરીને જિલ્લા વહીવટી તત્ર વન વિભાગ પોલીસ દ્વારા ચુસ્ત  બંદોબસ્ત તેનાત કરી દીધો છે,

જૂનાગઢના ગરવા ગિરનારની 36કીમી ની પરિક્રમા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ચાર ડ્રોન કેમેરા 421 સીસીટીવી કેમેરા ભવનાથ ખાતે ખાસ કમાન્ડ કંટ્રોલરૂમઆઈજીપી,ડીજીપી રેન્જમાંથી જુનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નવ ડીવાયએસપી 27પીઆઇ 72 પીએસઆઇ 914 પોલીસ 500 હોમગાર્ડ 885 જીઆઇડી જવાન એસઆરપીએફ અને એસડીઆરએફ ની એક એક કંપની 13 સર્વેલર્સ ટીમ 210 બોડી વોન્ કેમેરા 195વોકીટોકી 8 મેગા ફોન 40 વાયરલેસ સેટ 48 રાવટી ઓ નું ચુસ્ત બંદોબસ્ત તેનાત કરવામાં આવ્યું છે.

કલેકટર રાણાવાસીયાની ભાવિકોને પર્યાવરણ જાળવણીની અપીલ

ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં આ વર્ષે ભજન ભક્તિ ની સાથે સાથે પર્યાવરણ જતનનો સંકલ્પ લેવાયો છે જુનાગઢ કલેક્ટર રાણાવાસીયા એ ભાવિકોને અપીલ કરી છે કે પરિક્રમામાં પ્લાસ્ટિક લઈને ન આવવું જ્યાં ત્યાં કચરો ન ફેકવો ભાવિકો નિયત સમયે આયોજન મુજબ પરિક્રમા આગળ વધે અને વહીવટી તંત્રને સહકાર આપે.

ગીરનાર લાયન સફારી પાર્ક પરિક્રમા સંદર્ભે બંધ

ગિરનારના જંગલમાં 40 થી વધુ સિંહો મુક્ત રીતે વિહાર કરી રહ્યા છે ગિરનાર સફારી પાર્કમાં યાત્રાળુઓને સિંહ દર્શન સહિતની સુવિધાઓ આપવામાં આવે છે ત્યારે પરિક્રમા ને લઈને ગિરનાર સફારી પાર્ક માં હાલ સિંહ દર્શન માટે પ્રવાસીઓ ને પ્રવેશ આપવામાં આવશે નહીં પરિક્રમા પૂરી થયા બાદ સફારી પાર્ક પૂર્ણ શરૂ થશે.

ગિરનારની લીલી પરિક્રમામાં 150 થી વધુ ક્ષેત્રો માં રાજ દિવસ ભાવિકો માટે અનુ સેવા ની વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે વન વિભાગની ટીમોએ કાપડની થેલીઓનું વિતરણ કરવાનું આયોજન કરવું છે સૌપ્રથમ વખત જૂનાગઢ વિભાગ દ્વારા કાપડની થેલીઓ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ડી સી એફ અક્ષય જોશી ની દેખરેખ હેઠળ પરિક્રમાના રૂપ અને ઉતારા સ્થળોએ પ્લાસ્ટિક પર વોચ ગોઠવવામાં આવી છે અને ભાવિકોને પ્લાસ્ટિકની થેલીઓના બદલે કાપડની થેલીનું વિતરણ થઈ રહ્યું છે 1000 કચરા પેટીઓ મૂકવામાં આવી છે જિલ્લા કલેકટર અનિલ રાણાવાસી આઈ જંગલમાં ગંદકી ના પ્રસરે તે માટે વિશેષ તકેદારી માટે કમર કસી છે

પરંપરાગત રીતે લીલી પરિક્રમા નો વિધિવત પ્રારંભ થાય છે અને ભાવિકો તળેટીમાંથી પ્રથમ પડાવ ઝીણા બાવાની મઢી તરફ પ્રયાણ કરે છે બીજા દિવસે માળવેલા તરફ આગળ વધે છે બીજું રાત્રી રોકાણ માલવેલા માં થાય છે, ત્યારે ત્રીજા દિવસે

ભાવિકો માળવેલા થી બોર દેવી તરફ આગળ વધે છે અને ઢળતા બપોરે બોરદેવી પહોંચી રાત્રી રોકાણ કરે છે, ચોથા દિવસે બોરદેવી થી ભવનાથ તરફ યાત્રા કરવાની પરંપરા માં ભવનાથ મહાદેવ દર્શન માં પવિત્ર સ્નાન કરી પુણ્યનું ભથું બાંધવાનો નિજાનંદ મેળવે છે પરિક્રમા 18મી સદીથી યોજાતી હોવાનું કહેવાય છે આ વર્ષે પણ પરિક્રમા એક દિવસ પહેલા શરૂ થઈ ચૂકી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.