ચરક સંહિતાના ઉલ્લેખ સાથે પ્રત્યાક્ષીક ઉપયોગીતા વિશે કર્યો સંવાદ

રાજકોટના કાલાવડ રોડ પર સ્થિત ગાર્ડી વિધાપીઠ અંતર્ગત કાર્યરત વી . એમ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ખાતે તાજેતરમાં ટોક્યો , જાપાનની નિપોન આયુર્વેદ સ્કૂલના ડાયરેક્ટર  વૈદ્ય   યુ . કે . ક્રિષ્ના અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડો . શિહો પધાર્યા હતા . વૈધ    યુ . કે . ક્રિષ્ના સાડા ત્રણ દાયકા ઉપરાંત સમયથી જાપાનમાં આયુર્વેદનું શિક્ષણ આપી રહ્યા છે તેઓએ ગાર્ડી વિધાપીઠના ઓડિટોરિયમમાં કુલ બે સેશનમાં તમામ આયુર્વેદના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમક્ષ આયુર્વેદ અને ચરક સંહિતા અને આયુર્વેદમાં તથા વ્યવહારમાં તેની પ્રાત્યક્ષિક ઉપયોગિતા વિષે સંવાદ કર્યો હતો .

આ કાર્યક્રમમાં વૈદ્ય  યુ.કે.ક્રિષ્ના એ અષ્ટાંગ આયુર્વેદ પર વાત કરતાં જણાવ્યું હતું કે આયુર્વેદમાં પહેલેથી આઠ અંગોમાં એનું વિભાજન કરીને ચર્ચા કરાઇ છે . આટલું વૈજ્ઞાનિક વર્ગીકરણ બીજા કોઇ શાસ્ત્ર કે તબીબીવિજ્ઞાનમાં નથી . તેમણે વધુમાં જણાવ્યું કે ચાઇનીઝ મેડિસિન કે હર્બલ મેડીસીનમાં પણ નથી એવી જરા ચિકિત્સા અને વૃષાન ચિકિત્સા આયુર્વેદમાં પાંચ હજાર વર્ષ પહેલાં બતાવી છે , જે આજે પણ એટલી જ પ્રસ્તુત છે . વિશ્વમાં કોઇ ચિકિત્સા પદ્ધતિ એવી નથી જેમાં વાર્ધક્યની ચિકિત્સા હોય . એક પણ એવી પથી નથી જેમાં સારા બાળકની પ્રસુતિ માટે શું કરવું તે કહ્યું . હોય . આવી ચિકિત્સા આયુર્વેદની આગવી ખાસિયતો છે .

સંસ્થાના વડા ડો . એન . બી . કપોપરાએ  વક્તા વિશે અમારા સંવાદદાતાને જણાવ્યું હતું કે આટલા વર્ષથી જાપાનમાં રહેવા છતાં તેઓ ઋષિ જેવું અને સંપૂર્ણ આયુર્વેદમય જીવન જીવી રહ્યા છે . ત્યાં સુધી કે એ મોબાઈલ પણ વાપરતા નથી . એટલા માટે જ એ આટલી ઉંમરે પણ એ એકદમ યુવાનના તરવરાટ સાથે જીવી રહ્યા છે અને પોતે જ જરા ચિકિત્સાનું ઉદાહરણ બન્યા છે . સંસ્થાના ચેરમેન   ડી . વી . મહેતા સર , મેનેજીંગ ડાયરેક્ટર  જયભાઈ મહેતા તેમજ વાઇસ ચેરમેન   કિરણ શાહ એ આ કાર્યક્રમની સરાહના કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમોથી વિધાર્થીઓમાં આત્મવિશ્વાસ અને ધગશનું સીંચન થાય છે અને તેઓ આયુર્વેદ પ્રેક્ટિસ કરવા માટે પ્રેરણાનું ભાથું મેળવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.