મજૂરોના બાળકોને હાથ ધોવાની પધ્ધતિ અંગે કરાયા માહિતગાર
દીવનાં કલેકટર સલોની રાય અને દીવનાં મામલતદાર સી.ડી.વાંજાનાં માર્ગદર્શનમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ અને ચાઈલ્ડ લાઈન દીવના સયુકત પ્રયાસોથી, કોવીડ અંગેની સાવચેતી તેમજ બાળ અધિકાર, બાળ સરક્ષણનાં સંદર્ભમાં માહિતીઅને સમજણ આપવામાં આવેલ હતી. અને આ કાર્યક્રમ સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર સંજીવ પંડ્યાનાં નિર્દશનમાં કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ તેમજ ચાઈલ્ડ લાઈનના સ્ટાફ દ્વારા બાળ અધિકાર, બાળ સરક્ષણ, હાથ ધોવાની પદ્ધતિ વિશે વિસ્તૃતથી માહિતી અને સમજણ આપવા માટે કરેલ હતો. આઈ. એન.એસ. ખુખરી બીસ પર ચાલી રહેલ ક્ધસ્ટ્રકશન સાઈટ પર મજુરોના બાળકોને હાથ ધોવાની પદ્ધતિ વિશે માહિતી અને ડેમોસ્ટ્રેશન કરી સમજાવવાનો પ્રયત્ન કરેલ હતો. અને મજુરોને ચાઇલ્ડ લાઈન દીવ ના કો-ઓર્ડીનેટર ભાસ્કર મહેતાએ જણાવેલ કે, જીલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ચાઈલ્ડ લાઈન બાળકોના અધિકારો અને બાળ સંરક્ષણ પર કામ કરે છે. જેમાં રક્ષણ અને જરૂરીયાત ધરાવતા બાળકો અને કાયદાનાં સંઘર્ષમાં આવેલા બાળકોને સમાવેશ થાય છે. ભારતનાં બંધારણની જોગવાઈઓ થકી બાળકોને જન્મથી જ મળી જતા મૂળભૂત અધિકારો વિશે માહિતી આપવામાંઆવી હતી. બાળમજૂરી અને બાળયૌન શોષણ,બાળ જેવા સામાજીક દૂષણને દૂર કરવા માટે જ આ માહિતી અને સમજણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.