જીવન કેરા સંગાથે કઈક તો મેળવીયે

ખાલી એકલતા કરતાં સાથ તો સમજીયે

જીવનના પન્ને કઈક તો લખીએ

ત્યારે તો મળશે જીવન કેરો સંગાથ

એક ભૂલથી મળે  નવો રસ્તો

એક પ્રયાસથી મળે નવો જુસ્સો

એક સંબંધથી મળે વ્યક્તિ નોખો

એક હાસ્યથી મળે આનંદ જુદો

એક પુસ્તકથી મળે વિચાર નવો

એક પ્રેમથી મળે લાગણીઓ નવી

એક મિત્રતાથી મળે વાતો અનોખી

એક જીવનથી મળે સાર નોખો

એક અનુભવથી મળે માણસ  નવો

એક સવાલથી મળે જવાબનો જોટો.

7537d2f3 4

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.