Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતને હવે  આર્થિક મહાસત્તા બનાવવાના લક્ષ્ય ભણી આગળ વધારવાની દિશા તરફ આગળ વધારવા માટે લેવાય રહેલા એક પછી એક નિર્ણયો અને પગલા પરિણામદાય બની રહ્યા છે, અર્થતંત્રનો વિકાસ દર વધુ વેગવાન બનાવવા કૃષિ ઉત્પાદનવૃદ્ધિ, ખેતીમાં આધુનિકટેકનોલોજી અને ખેડૂતોને સધ્ધર બનાવવાની સાથે સાથે ઘરઆંગણાના ઉદ્યોગોની ગુણવત્તાલક્ષી ઉદ્યોગિક ઉત્પાદન ક્ષમતા વધારવાથી લઈને આયાતનું ભારણ ઘટાડવા વિદેશમાંથી મંગાવવામાં આવતી વસ્તુઓની જગ્યાએ તેની અવેજીમાં ઘર આંગણે જ જરૂરિયાતો પૂરી થાય તેવા મૂલ્ય વર્ધિત ટેકનોલોજી સભર ઔદ્યોગિક ઉત્પાદનથી દેશના અર્થતંત્ર એ ઘણી જ સરળતા પ્રાપ્ત કરી છે

દેશના મુખ્ય આયાતકાર દેશોમાં અત્યાર સુધી ચીન જર્મની જાપાન યુરોપ અને અમેરિકા કોરિયા થી મંગાવવામાં આવતી વસ્તુઓ માંથી મોટાભાગની ચીજ વસ્તુઓ હવે ઘર આંગણે બનવા લાગી છે,ઉદ્યોગિક મશીનરી, ટેક્સટાઇલ ઉદ્યોગથી લઈને કેમિકલ અને સરક્ષણ ક્ષેત્રના સંસાધનોનું મહદંશે ઘર આંગણે ઉત્પાદન શરૂ થતા દેશ પરનું આયાતભારણ વધુને વધુ ઘટતું જાય છે તેની સારી અસર વિકાસ દર પર દેખાઈ રહી છે

આયાતની અવેજીમાં ખર્ચાતું વિદેશી હુનિયામણ બચી રહ્યું છે હવે ઉર્જા ખેતરે બચત પર ધ્યાન દેવાનું શરૂ થયું છે પેટ્રોલિયમ પેદાશોની જગ્યાએ સૂર્ય અને પવન ઊર્જા ના ઉપયોગ માં વધારો ઇલેક્ટ્રોનિક વાહનો પર ભાર મૂકવાની સાથે સાથે હવે સરકાર કાર્બન ઝીરો ઉત્સર્જન માટે ગ્રીન એલર્જી નો વપરાશ ફરજિયાત બનાવવા કમરકસી રહી છે જેનાથી પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પરનું અવલંબન ઓછુ થશે પેટ્રોલ ડીઝલ ની આયાત ની જરૂરિયાત ઘટશે અર્થતંત્રને મજબૂતી જ નહીં બુસ્ટર ડો જ મળશે જેનાથી અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપી આર્થિક મહાસત્તા બનાવવા નું લક્ષ્ય સમયથી વહેલા પૂરું કરવામાં સરળતા રહેશે

વિશ્વની સૌથી મોટી લોકશાહી હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મકંપણે આગળ વધી રહી છે ત્યારે આવક વધારવાની સાથે સાથે અર્થતંત્રને વાસ્તવિક ધોરણે સધ્ધર બનાવવા માટે વિદેશી હુંડિયામણ બચાવવાની રણનીતિ આવશ્યક બને છે ત્યારે ઉર્જા ના પરંપરાગત સ્ત્રોત એવા હાઇડ્રોકાર્બન અને ક્રૂડ તેલ પાછળ ખર્ચવામાં આવતા નાણા ની બચત માટે હાઇડ્રોકાર્બન નો ઉર્જા તરીકે ઉપયોગ કરવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઊર્જાની ગરજ ઘટશે આર્થિક સફળતાને લઈને રૂપિયાનું મૂલ્ય વધશે જે અર્થતંત્ર માટે ફાયદાકારક બનશે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.