ફાઈનાન્સના ધંધાર્થીઓના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી: બેભાન હાલતમાં રૂમમાં નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા
રાજકોટ શહેરમાં આપઘાતના પ્રયાસનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.જેમાં હુડકો ક્વાર્ટરમાં રહેતા આધેડે આજે રાજશ્રી સિનેમા નજીક આવેલ નિર્દીપ નામના ગેસ્ટ હાઉસના રૂમમાં ઝેરી દવા ગટગટાવી લેતા તેને તત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આધેડે શેરી દવા ગટગટાવ્યા બાદ તે બેભાન થઈ જતા રૂમની અંદર નીચે પટકાતા તેને માથાના ભાગમાં ગંભીર ઈજા પણ પોહચી હતી. બનાવની જાણ થતા જ એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ તપાસમાં તેની પાસેથી એક સુસાઇડ નોટ મળી હતી જેમાં તેને ફાઈનાન્સના ધંધાર્થીઓના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
આ અંગે બનાવ મળતી માહિતી મુજબ ખુદ કોકવાટર માં રહેતા જયેશભાઈ કનૈયાલાલ નામના 45 વર્ષીય આધેડે આજરોજ બપોરના સમયે રાજેશ્રી ટોકીઝ નજીક આવેલા નિર્દીપ નામના ગેસ્ટ હાઉસના રૂમમાં ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ બનાવની જાણ ગેસ્ટ હાઉસના સંચાલકોને થતા તેમને આધેડને રૂમની બહાર કાઢી સારવાર થઈ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતા બનાવની જાણ એ ડિવિઝન પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જાય પ્રાથમિક પૂછતા જ કરતા જાણવા મળ્યું હતું કે,જયેશભાઈને ફાઈનાન્સના ધંધાર્થીઓ ત્રાસ આપતા હોવાથી તેને ડિપ્રેશનમાં આવી આ પગલું ભર્યા હોવાનું તેની પાસે મળેલી એક સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. જયેશભાઈ ઝેરી દવા ગટગટાવયા બાદ તેઓ ગેસ્ટ હાઉસના રૂમમાં નીચે ફટકાતા તેના માથાના ભાગમાં ગંભીર પહોંચતી હતી. હાલ પોલીસે તેમની પાસેથી મળેલ સુસાઇડ નોટ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.