- છરી અને ધોકા પાઇપ વડે હુમલો કરતા મહિલા સહિત ત્રણ ઘવાયા : દસ સામે નોંધાતો ગુનો
ધોરાજીમાં સુપેડી ગામ પાસે ગઈકાલે એક મારામારીની ઘટના બની હતી જેમાં બે પરિવાર વચ્ચે ન જેવી બાબતે બોલાચાલી થતા બંને પરિવારોએ એકબીજા પર છરી અને ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં મહિલા સહિત ત્રણ લોકોને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે ધોરાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે કુલ 10 શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાયૅવાહી હાથધરી છે.
આ અંગે પ્રથમ ફરિયાદ અનુસાર કુતિયાણાના ઇશ્વરીયા ખાતે રહેતા હિતેશભાઈ ચંદુભાઈ વિઝુડાએ પોતાની ફરિયાદમાં આરોપીમાં તેના જ સમાજના લાભુબેન ચંદુભાઈ વિઝૂડા,પ્રવીણ ચંદુ વિઝુડા, સિદ્ધાર્થ ચંદુ વિઝૂડા અને વસંત મગાભાઈ સોલંકી (રહે.બધા ધોરાજી, બહાદુરપુરા)નાઓના નામો આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતું કે, તે તેમના ભાઈ સાથે કામ સબબ ધોરાજી જઇ રહ્યા હતા તે વેળાએ સુપેડી ગામ પાસે ઉતાવળી નદી નજીક આરોપી સિદ્ધાર્થે ફરિયાદીના ભાઈ નાગેશને અહી કેમ આવ્યો છે તેમ કહી બોલાચારી કરી છરી વડે હુમલો કર્યો હતો જેમાં નાગેશ અને હિતેશભાઈ ને ગભિર રીતે ઈજા પહોંચી હતી. ત્યારબાદ તમારો પીવો હોય તેના પર ધોકાભાઈ હુમલો કરી માર માર્યો હતો. જેથી તેને ફરિયાદ નોધાવતા પોલીસે ચાર સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
જ્યારે સામાં પક્ષે નોંધાવેલી ફરિયાદમાં ધોરાજીના બહાદુર પુરામાં રહેતા લાભુબેન ચંદુભાઈ વિંઝુડાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં વિજય મગન વિંઝુડા,હિતેશ ચંદુ વિંઝુડા, શાહિલ કાળા વિંઝુડા,નાગેશ રમેશ મારું, રવિ રમેશ મારું અને કિશન (રહે.ધોરાજી)ના નામો આપ્યા હતા જેમાં તેને જવ્યું હતું કે, તેઓ તે તેમના પરિવાર સાથે ધોરાજી ખાતે ગણપતિજીની માનતા રાખી હોવાથી દર્શને જતા હતા તે વેળાએ આરોપીઓએ ફરિયાદીના સાથેના શીતલબેનની છેડતી કરી હતી.કે બાબતે ફરિયાદી લાભુબેન એ ટપારતા આરોપીઓએ ઉશ્કેરાઈ તેના પર છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો.જેમાં તેમને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેથી પોલીસે તેમની ફરિયાદ પરથી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.