રાજ્યમાં સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલા ઓનલાઇન શિક્ષણ મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે,
જેમાં હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે બાળકોની આંખો બગડવાની શક્યતા છે. તેના પર નિયંત્રણ લાવવું જરૂરી છે. એડવોકેટ જનરલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે નિયંત્રણની દિશામાં વિચારણા માટે સૂચન આપવામાં આવ્યું છે.