અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના
દોષિતો સજા સામે અપીલ દાખલ કરે તે પહેલાં તંત્ર દ્વારા કરાઇ કાર્યવાહી
અમદાવાદમાં ર008માં સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરતા 56 નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા અને ર00થી વધુ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા.
આ કેસની તાજેતરમાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટમાં સુનાવણી પુરી થતા 38 જેટલા શખ્સોને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી તે અપીલ દાખલ કરે તે પહેલાં સરકાર દ્વારા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી સ્પેશ્યલ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજાનો હુકમ માન્ય રાખવા જણાવ્યું છે.
ગોધરાકાંડનો બદલો લેવા માટે દેશના વિવિધ રાજયમાં રહેલા દેશદ્રોહીઓ દ્વારા ષડયંત્ર રચી અમદાવાદમાં ર6 જુલાઇ ર008ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા આ કેસની તાજેતરમાં સુનાવણી પુરી થતા 78 પૈકીના 49 દોષિત ઠેરવ્યા હતા અને 38ને ફાંસીની સજા તેમજ 11 શખ્સોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
સ્પેશ્યલ કોર્ટના આ ચુકાદા સામે આરોપીઓ દ્વારા સજામાં રહેમ માટે અપીલ અરજી દાખલ કરવામાં આવે તે પહેલાં સરકાર દ્વારા હાઇકોર્ટ જસ્ટીશ વી.એમ.પંચોલી અને જસ્ટીશ એસ.એન.ભટ્ટની ડિવિઝન બેન્ચમાં અરજી દાખલ કરી સ્પેશ્યલ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવવા માગ કરી છે. આરોપીના એડવોકેટ દ્વારા અપીલ દાખલ કરવા માટે સમય માગ્યો છે.