શાપર વેરાવળ ખાતે રહેલા પરપ્રાંતિય મજુરો દ્વારા નેશનલ હાઇવે જામ કરી વાહનોમાં તોડફોડ કરી હતી આ બનાવનું રિપોટીંગ કરવા ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકાર જોશી ગયેલા ત્યારે તેમની ઉપર પરપ્રાંતિયો એ જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આ બનાવનો સમગ્ર સૌરાષ્ટ્રના પત્રકારો ઉપર ગંભીર પડઘા પડયા હતા આ બનાવના વિરોધમાં ઉપલેટા તાલુકા પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઇ, ઉપપ્રમુખ જગદીશભાઇ રાઠોડ, મંત્રી ભરતભાઇ રાણપરીયા, કાનભાઇ સુવા, કિરીટભાઇ રાણપરીયા વગેરેએ એસ.પી. બલરામ મીણાને ઉપલેટાના પી.આઇ. વી.એમ. લગારીયાના માઘ્યમથી એક આવેદનપત્ર આપીને હુમલાખોરો સામે કડક પગલા લેવા માંગણી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.