ડીલેઇડ જસ્ટીસ ડીનાઈડજસ્ટીસ…

નિર્ભયા કાંડ જેવા જધન્ય કૃત્યોમાં ગુન્હેગારોને થયેલી ફાંસીની સજામાં થઈ રહેલા બિન જરૂરી વિલંબ સામે સુપ્રીમ કોર્ટની નારાજગી

વિશ્ર્વમાં સૌથી મોટા લોકશાહી દેશનું ભારતનું બંધારણ પણ વિશ્ર્વનું સૌથી મોટુ હસ્તલીખીત બંધારણ છે. સો અપરાધી છૂટી જાય પણ એક નિદોર્ષને સજા થવી ન જોઈએ તેવા માનવીય વિચારધારાથી ભારતનાં બંધારણમાં વિવિધ કાયદાકીય જોગવાઈઓ કરવામાં આવી છે.જેમાં કોઈપણ ગુન્હાઓમાં ન્યાય તોળવામાં જાણ્યે અજાણ્યે ક્ષત્રી રહી જવા પામી હોય તો તેમાં આરોપીઓને ઉપલી કોર્ટોમાં અપીલમાં જવાની જોગવાઈઓ પણ રાખવામાં આવી છે પરંતુ કોઈપણ સજા સામે અપીલમાં જવાની બંધારણીય જોગવાઈના કારણે અમુક લોકોએ તેને કાયદાની છટકબારી સમાન બનાવી દીધી છે. આવા લોકો સજા સામે અપીલ કર્યા બાદ સમયાંતરે વિવિધદલીલો કરીને સજાના અમલ કરવા સામે સમય પસાર કરતા હોય છે.

કાયદાની આ જોગવાઈનો છટ્ટકબારી તરીકે ઉપયોગ કરીને આરોપીઓ સજાના અમલ સામે સમય પસાર કરતા હોય છે. જેથી ફરિયાદી અને તેના પરિવારજનોને સજામાં વિલંબના કારણે માનસીક યાતનાઓ ભોગવવી પડે છે. ‘ડીલે જસ્ટીસ ઈઝી ડીનાઈ જસ્ટીસ’ના વિચાર પર સુપ્રીમ કોર્ટે ગઈકાલે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણીમાં નિભર્યાકાંડના આરોપીઓને ફાંસીની સજા આપવામાં સાત વર્ષ જેટલો લાગેલો લાંબો સમય અને અન્ય એક બનાવમાં પ્રેમીના હાથે થયેલી પ્રેમીકાનાં હત્યાકેસમાં આરોપીને થયેલી ફાંસીનીસજાના અમલમાં લાંબા સમયથી થઈ રહેલા વિલંબ્નો કિસ્સાઓને ધ્યાનમાં લઈ સુપ્રીમ કોર્ટે ગ્રાહકોએ આ ચૂકાદો આપ્યો છે.

નિર્ભયાકાંડનાં ગુનેગારોએ કાનૂની દાવપેચથી ફાંસીને વિલંબમાં નાખીને જાણે કાયદાની મજાક બનાવી નાખી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજા માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર જો કોઈ હાઈકોર્ટ ફાંસીની સજાને અનુમોદન આપે પછી સુપ્રીમ કોર્ટ તેનાં ઉપર અપીલ સાંભળવા સહમત થાય તો છ માસની અંદર કેસ ત્રણ જજની ખંડપીઠ સમક્ષ તેની સુનાવણી હાથ ધરવામાં આવશે.

7537d2f3 11

આ ઉપરાંત ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં મામલો સૂચિબદ્ધ થયા બાદ સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રી દ્વારા સજા સંભળાવનાર અદાલતને તેની સૂચના આપશે. તેનાં ૬૦ દિવસની અંદર સંબંધિત તમામ દસ્તાવેજ સુપ્રીમ કોર્ટને મોકલી દેવામાં આવશે અથવા તો કોર્ટ જે સમયમર્યાદા નક્કી કરે તેનું પાલન કરવાનું રહેશે. રજીસ્ટ્રી દ્વારા સંલગ્ન પક્ષકારોને અધિક ૩૦ દિવસનો સમય પણ દસ્તાવેજો પૂરા પાડવા માટે આપી શકશે. જો નિશ્ચિત સમયમાં પ્રક્રિયા પૂરી ન થાય તો એ મામલાને રજીસ્ટ્રાર પાસે નહીં પણ ન્યાયધિશની ચેમ્બરમાં નોંધાશે અને ચેમ્બરમાં જ જજ તેનાં ઉપર વિચારણા કરશે.

સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં એ વાતનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે વિલંબથી ન્યાય-અન્યાય ની ગરજ સારે છે આરોપીની સજાનો અમલ ન્યાયના હિતમાં ગણાય છે તેવી જ રીતે ભોગ બનનાર માટે પણ આરોપીની સજા ન્યાયનું પરિમાણ બને છે સજા એ માત્ર આરોપીનો મુદ્દો નથી પરંતુ ફરિયાદી અને ભોગ બનનાર સાથે પણ ન્યાયના હિતમાં આરોપીની સજા નો મુદ્દો સંકળાયેલો છે સુપ્રીમ કોર્ટે વાતની હિમાયત કરી છે કે મૃત્યુદંડની સજા સંભળાવ્યા બાદ અપીલ અને બચાવની અરજી ની તમામ પ્રક્રિયા મહત્તમ છ મહિનામાં જ પૂરી થઈ જવી જોઈએ આ માટે ભારતીય દંડ સંહિતા માં અને કાયદામાં સુધારો કરવાની જરૂર પડે તો કરી લેવો જોઈએ નિર્ભયા કાંડના ચારે આરોપી વો ફાંસીની સજાના અમલ ને વધુમાં વધુ પાછળ ઠેલવાની નવી નવી તરકીબો કરે છેઅને ન્યાયની પ્રક્રિયા અને અદાલતની કામગીરી સામે પણ પડકારો ઊભા કરે છે ફાંસીની સજા પામેલા આરોપીઓ ના મૃત્યુદંડની સજા પાછી ઠેલાતી જાય તો તેમાં સજાનો મૂળભૂત હેતુ જ જળવાતો નથી આથી મૃત્યુ દંડની સજાનો અમલ ઓછામાં ઓછા આ સમયગાળામાં અને વધુમાં વધુ છ મહિનામાં જ થઈ જવો જોઈએ તેવા કાયદાના માળખાની જરૂર હોવાનું સુપ્રીમ કોર્ટ દ્વારા તેના ચૂકાદામાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.