સોમનાથ મહાદેવ મંદિર નિર્માણ પૂર્વ ખંડિત સોમનાથ મહાદેવના મંદિરના પથ્થરોના એક-એક શિલ્પ અવશેષો જતનપૂર્વક સાચવી તેને સંગ્રહાલયમાં રાખવામાં આવેલ છે. આ સંગ્રહાલય હાલ સોમનાથ ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટર ખાતે તે શિલ્પો મુકાયેલા છે. જેમાંનું એક શિલ્પ હોલિકા દહનનું છે જે અંગે તે શિલ્પ નીચે અંગ્રેજી – હિન્દી અને બે્રઇન લીપીમાં હોલિકા દહનનો ઇતિહાસ પણ સંગ્રહાલયે આલેખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે હિરણ્યકશ્યપ બહેન હોલિકા હતી. જેને બળી ન જાય તેવું વરદાન મળેલ જેથી હિરણ્યકશ્યપે પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિ પ્રવેશ કરાવ્યો પરંતુ વરદાનના ખોટા ઉપયોગ કારણે હોલિકાનું દહન થયું પ્રહલાદ ઉગરી બચી ગયેલ આ કથા સાથે આમા જણાવ્યું છેે કે હોલિકાની એક મૂર્તિ ઝાંસી પાસેના એરોચ ગામમાંથી મળી છે.