- સ્ટીલ અને હેવી ઇન્ડસ્ટ્રીઝના મંત્રી એચ. ડી. કુમરસ્વામીએ યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા પર મૂક્યો ભાર
ભારત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યમાં અમેરિકન કંપની માઈક્રોન ટેકનોલોજી સેમિક્ધડક્ટર યુનિટ ઊભું કરવા જઈ રહી છે આ વાતને ધ્યાને લઈ સરકાર દ્વારા જે સબસીડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેને લઈને ઉદ્યોગ મંત્રીએ નારાજગી વ્યક્ત કરી છે અને જણાવ્યું છે કે ગુજરાતમાં એક નોકરી દીઠ 3.2 કરોડની સબસીડી અમેરિકન કંપની ખાઈ જાય છે જે અયોગ્ય છે. પરંતુ મહત્વનું એ છે કે ભારત માટે સેમિક્ધડક્ટર ઉદ્યોગ વિકસિત થાય તે ખૂબ જરૂરી છે જેનાથી ભવિષ્યમાં ભારતને ઘણા આર્થિક ફાયદાઓ પણ થશે.
એચડી કુમારસ્વામી નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ થયા બાદ શુક્રવારે બેંગલુરુ પરત ફર્યા હતા. અહીં તેમણે કહ્યું કે, નવી કંપની લગભગ 5,000 નોકરીઓનું સર્જન કરશે. આ માટે અમે તેમને 2 બિલિયન ડોલરની સબસિડી આપી રહ્યા છીએ. જો તમે ગણતરી કરો તો તે કંપનીના કુલ રોકાણના 70% છે. મેં અધિકારીઓને પૂછ્યું કે આવું શા માટે? મોટી રકમ આ ફાળવણી કેટલી યોગ્ય છે હું દેશની સંપત્તિનું રક્ષણ કેવી રીતે કરવું તે મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો છું.
સ્ટીલ અને હેવી ઇન્ડસ્ટ્રીઝ પોર્ટફોલિયો સોંપવા બદલ પીએમ મોદીનો આભાર માનતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે તેઓ દેશના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે, હું રાજ્યની બહાર પણ રોજગારીની તકો પૂરી પાડી શકું છું. તમારે ટ્રાન્સફર માટે તૈયાર રહેવું પડશે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને કેન્દ્રની શાસન વ્યવસ્થાને સમજવા માટે લગભગ 15 દિવસની જરૂર પડશે. કુમારસ્વામીએ કર્ણાટકમાં કોંગ્રેસની ગેરંટી યોજનાઓની ટીકા કરતા કહ્યું કે તેઓ લોકોને મફત ખોરાક પર નિર્ભર બનાવવાને બદલે રોજગાર પ્રદાન કરીને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવામાં માને છે.
કોંગ્રેસ સાથે તેમની પાર્ટીના વણસેલા સંબંધો અને ભાજપ સાથેના નવા જોડાણની સરખામણી કરતા કુમારસ્વામીએ કહ્યું કે પીએમ મોદીએ તેમને અને જેડી(એસ)ને આપ્યું છે. દેશની સૌથી જૂની પાર્ટીએ તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો. કુમારસ્વામીએ કહ્યું કે કોંગ્રેસે અમને રાજકીય રીતે ખતમ કરવાનો પ્રયાસ કર્યો.