• ૯મીએ મ્યુનિ. કમિશનરના હસ્તે ઉદ્ધાટન: ૧૮મીએ સમાપન: તૈયારીઓને અપાતો આખરી ઓપ

  • અમરનાથની ગુફા, ૧૨ જયોર્તિલીંગ, શંકરની ભવ્ય પ્રતિમા, વિરાટકાય કુંભકર્ણ, અને મહાકાય અજગર બનશે આકર્ષકનું કેન્દ્ર

આગામી તા.૯ થી ૧૮ ફેબ્રુઆરી ના રોજ રાજકોટના આંગણે બ્રહ્માકુમારીઝ દ્વારા ૮રમી ત્રિમૂર્તિ શિવજયંતિ મહોત્સવ- અદભુત શિવ દર્શન મેળાનું નાગબાઇ પાનની સામેનું ગ્રાઉન્ડ ૮૦ ફુટનો રોડ, કુવાડવા રોડ ખાતે ભવ્ય આયોજન કરાયું છે.જે અંગે વિગત આપવા બ્રહ્માકુમારીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.15 1

બ્રહ્માકુમારીઝ દ્વારા તા. ૯ થી ૧૮ સુધી કુવાડવા રોડ ખાતે ભવ્ય શિવ દર્શન મેળાનું આયોજન થઇ રહ્યું છે. જેમાં ૨૫૦ ફુટની અદભૂત.. અમરનાથની ગુફા, ભારત વર્ષના પ્રસિઘ્ધ ૧ર જયોતિલીંગ દર્શન, વિશ્ર્વ રચયિતા… નિરાકાર પરમ જયોત… શિવપિતાની શિવલીંગ તથા શંકરની ૧પ ફુટની પ્રતિમા, અજ્ઞાન નિંદ્રામગ્ન, વિરાટકાય ૨૭ ફુટના મુવિંગ મોડેલ્સ સાથે કુંભકર્ણ, ટેન્શન, ચિંતા, ભય વગેરે કળિયુગ પરિસ્થિતિ દર્શાવનાર… ૩૦ ફુટનો મહાકાય, અજગર, દૈવીમૂલ્યોથી ભરપુર ભવિષ્યના ભારતના આબેહુબ દર્શન, વ્યસનમુકિત સ્ટોલ, વેલ્યુ ગેમ્સ સ્ટોલ, રાજયોગ અનુભૂતિ કક્ષ આકર્ષણ જમાવશે.

આ મેળાનું ઉદધાટન તા.૯ ફેબ્રુઆરી, શુક્રવાર સાંજે ૪ વાગ્યે મ્યુનિ. કમિશનર બંછાનીધી પાનીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે વિશેષ બ્ર.હુ. સરલાદીદીજી (ગુજરાત ઝોન ડાયરેકટર, બ્રહ્માકુમારીઝ- અમદાવાદ) ધનસુખભાઇ ભંડેરી: પીજીવીસીએલના એમ.ડી. જે.જે.ગાંધી, અંજલીબેન ‚પાણી, મૌલેશભાઇ ઉકાણી, ડો. વલ્લભભાઇ કથીરીયા ઉપસ્થિત રહેશે. તેમજ રાજકોટના વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવનોના વરદ હસ્તે પ્રતિદિન રાત્રે ૭ વાગ્યે મહાઆરતી થશે. તા.૧૦ થી આ મેળાનો નગરજનો લાભ લઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.