પ્લાસ્ટિકની બોટલ સુર્યતાપમાં ગરમ થતાં તેના રસાયણો ધીમે ધીમે ઓગળી પાણીમાં ભળે છે, જે શરીર માટે ખુબ નુકસાનકારક
એવું કહેવામાં જરાપણ અતિશ્યોકિત નથી કે ર1મી સદી વ્યકિતને પ્લાસ્ટિક વાપરવા મજબુર કરી રહી છે.
વ્યવહારૂ જીવનમાં વપરાતી મોટાભાગની વસ્તુઓ પ્લાસ્ટિકની બની રહી છે તો દરેક ખાદ્ય ચીજવસ્તુઓનું પેકીંગ પણ પ્લાસ્ટિકની કોથળીઓ, ડબ્બાઓ બોટલો વગેરેમાં થઇ રહ્યું છે.
છેલ્લા બે દસકાથી પ્લાસ્ટિકનો ઉપયોગ અનહદ માત્રામાં વધી ગયો છે. પ્લાસ્ટિક માનવ જિંદગીને બરબાદ કરી રહ્યો હોય એમ કહેવું પણ કંઇ ખોટું નથી. પ્લાસ્ટિક માનવજીવ ઉપરાંત પશુ-પક્ષીઓ માટે પણ એટલું જ ખતરનાક સાબિત થઇ રહ્યું છે. અને અનેક બિમારીઓ ફેલાવી રહ્યું છે.
ર1મી સદીમાં માનવજિદગી મશીન જેવ બની રહી છે. પ્લાસ્ટિકની વાત અહીં આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે આજે આપણે જાણવાનું છે કે પ્લાસ્ટિકની બોટલનું પાણી પીવું કેટલું સુરક્ષિત છે.
આજકાલ દરેક નોકરીયાત, વિદ્યાર્થી, પ્રવાસીઓ વગરે પોત પોતાના કામકાજના સ્થળે કે ફરવાના સ્થળોએ જતી વખતે શરીર માટે અત્યંત જરુરી એવું પાણી રાખવું જ પડે છે. વધુમાં વધુ પાણી પીવું ખુબ સારી વાત છે પરંતુ લોકો પ્લાસ્ટિકની બોટલનું પાણી પીતા થયા છે જે શરીરને લાંબાગાળે મોટુ નુકશાન પહોચાડી રહ્યા છે પ્લાસ્ટિકની બોટલનું પાણી પીવું કેન્સરનું કારણ બની શકે છે.
જયારે પ્લાસ્ટિકની બોટલ સૂર્યમાં ગરમ થાય છે ત્યારે પ્લાસ્ટિકમાં રહેલા રસાયણો લીક થવાનું શરુ થાય છે, જે ધીમે ધીમે ઓગળે છે અને તે પાણીમાં ઓગળીને શરીરને નુકશાન કરે છે.
પ્લાસ્ટિકની બોટલનું પાણી પીવાથી માણસની સ્મરણશકિત પર ખરાબ અસર પડે છે બોટલને બનાવવા માટે બાઇસફેલોન એ નો પ્રયોગ કરાય છે જેનો પેટ પર પણ ખરાબ પ્રભાવ પડે છે. પાચનક્રિયા પર પ્રભાવિત થાય છે જેનાથી ગેસ અને કબજીયાતની પણ સમસ્યા થઇ શકે, ગર્ભપાત થવાનો ખતરો પણ વધી શકે છે.
પ્લાસ્ટિકની બોટલ કરતાં સ્ટેનલેસ સ્ટીલ કે એલ્યુમીનીયમની બોટલો જ પાણીને સ્ટોર કરવા સૌથી વધુ સુરક્ષિત ગણાય છે.