- શિક્ષણ, રોજગાર, ખેડુતો, મહિલાઓ અને યુવાન માટે બજેટમાં ખાસ જોગવાઈ
- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કર્યું મોદી સરકારના ત્રીજા કાર્યકાળ આ પહેલુ બજેટ છે ત્યારે નવા બજેટ સંસ્થાઓ તથા અધિકારીઓ દ્વારા આવકારવામાં આવ્યું છે.
શેર બજારમાં રોકાણકારોને હવે વધારે ટેકસ ચુકવવો પડશે: શેરબજાર નિષ્ણાંત યાસીન ડેડા
શેર બજારમાં રોકાણકારોને હવે વધારે ટેકસ ચૂકવવો પડશે. કેપીટલ ગેઈન ટેકસમાં વધારો ટુંકાગાળા માટે નકારાત્મક અસર જોવા મળશે તેવું શેર બજાર નિષ્ણાંત યાસીન ડેડા જણાવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે વિતમંત્રી નિર્મલા સિતારમન દ્વારા સંસદમાંબ જેટ પ્રસ્તુત કરવામાં આવ્યું જોમાં સોસ્ટ ટર્મ કેપીટલ ગેઈન 15%થી વધારીને 20% અને બોલ્ગ ટર્મ કેપીટલ ગેઈન 10%થી વધારે 12.5 કરવામાં આવ્યું જેનાથી હવે રોકાણકારોને વધારે ટેકસ ચૂકવવો પડશે. સાથે સાથે એફજીઓમાં એસટીટીએસ પણ વધારવામાં આવ્યો આ કારણ ટુંકાગાળામાં આની નકારાત્મક અસર જોવા મળશે. પણ લાંબાગાળશમાં પાવર, કેપીટલ, એગ્રીકલ્ચર સેકટરમાં સારૂ રિટર્ન મળી શકે છે.
સોનુ ખરીદી કરનાર ગ્રાહકો અને સોની વેપારીઓ માટે બજેટ આવકાર દાયક: સોના ચાંદી એસો.ના પ્રમુખ ધોળકીયા
ગઈકાલે કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારમન એ કરેલ બજેટમાં સોના અને ચાંદી ઉપર 6% ડયુટી ઘટાડતા વિદષશથી આવતા સોના ઉપર અંકુશ આવશે આવતા દિવસોમાં સોનું ખરીદ કરતા ગ્રાહકોને આનો સીધો લાભ થશે. અને સોનું સસ્તું થશે આથી સોનાની ધરાકી વધશે જેથી સોની વેપારીઓનાં ધંધા રોજગાર વધશે જે એઆઈડીસી ડયુંટી 5% હતી તે યથાવત જાળવી રાખતા આ બજેટથી સોના ચાંદી વેપારીઓ આ બજેટને આવકારે છે.
- કેન્દ્રીય બજેટને આવકારતા ધારાસભ્ય ડો. પાડલીયા
- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને મંગળવારે સંસદમાં મોદી સરકાર 3.0નું બજેટ રજૂ થયું છે. નાણામંત્રી નિર્મલાજીનું 7 મું બજેટ છે.
- કેન્સરના દર્દીઓ માટે વધુ 3 દવાઓ માટે કસ્ટમમાંથી મુક્તિની જાહેરાત કરી છે. ઉપરાંત, મોબાઈલ ફોન અને સંબંધિત ભાગોના કિસ્સામાં, સરકારે મોબાઈલ ફોન અને ચાર્જર પરની મૂળભૂત કસ્ટમ ડયુટી 15 ટકા ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
- મુદ્રા યોજના હેઠળ લોન મર્યાદા બમણી કરીને 20 લાખ રૂપિયા કરવામાં આવશે
- આગામી પાંચ વર્ષમાં ટોચની 500 કંપનીઓમાં એક કરોડ યુવાનોને ’ઇન્ટર્નશિપ’ની તકો પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરશે.
- 100 શહેરોમાં રોકાણ માટે તૈયાર ઔદ્યોગિક પાર્કને પણ પ્રોત્સાહન આપશે.
- મૂડી ખર્ચ માટે 11.11 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ ભારતના જીડીપીના 3.4 ટકા હશે.
- કેન્દ્રીય બજેટ 2024-25માં નવ પ્રાથમિકતાઓની જાહેરાત કરી. આ નવ પ્રાથમિકતાઓમાં ગ્રામીણ વિકાસ, ઉત્પાદકતા, રોજગાર, સામાજિક ન્યાય, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને ઈનોવેશનનો સમાવેશ થાય છે.
- આગામી બે વર્ષમાં એક કરોડ ખેડૂતો કુદરતી ખેતી તરફ વળશે.
- 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને 500 ટોચની કંપનીઓમાં ઈન્ટર્નશિપની તક મળશે. આ સમયગાળા દરમિયાન, દર મહિને 5000 રૂપિયા મળશે
- આવાસ યોજના હેઠળ 3 કરોડ વધારાના મકાનો બનાવવામાં આવશે. આ યોજના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો માટે છે.
- ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયાની લોન આપવાની જાહેરાત કરી છે. દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને ઈ- વાઉચર આપવામાં આવશે.
- યુવાનોને રોજગાર અને તાલીમ માટે સરકારે 2 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ખાસ વાત એ છે કે આ વર્ષે શિક્ષણ, રોજગાર અને તાલીમ માટે 1.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ પૂર્વ પ્રમુખ વિનુભાઈ ઘેરવડા
વર્ષ 2024-25 બજેટમાં લોકોને જે આશા હતી કે ઈન્કમટેકસ સ્લેબમાં ફેરફાર એસએસટીમાં રાહત પેટ્રોલ ડીઝલને એસએસટીમાં સામેલ કરશે તે આશા ઉપર પાણી ફરી ગયું છે. ઘણા બધા પેકેજ જાહેર કર્યા છે. કર્મચારીમાં નવા નોકરીયાતને પી.એફ.માં સામેલ મહિલા વિકાસ માટે 3 કરોડ ગ્રામીણ વિકાસ માટે 2.66 લાખ એમ.એસ.એમ. છ સેલ્ફ ગેરેંસ લોન રોજગાર માટે 2 લાખ કરોડ પેકેજ કિશાનની જમીન માપણી ડીઝીટલ તેમને 1.25 લાખ કરોડ પેકેજ તે તેમની સબસીડીમાંથી મળશે વિદ્યાર્થી હાયર એજયુકેશન લોન 10 લાખ વધારી 20 લાખ 3 ટકા લેખે આવી અનેક જાહેરાતથી ભરપૂર બજેટ છે. બજેટ બિહાર આંધ્ર પ્રદેશને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ છે. વર્ષ 2023-24 કરતા પણ નબળુ બજેટ છે. મધ્યમવર્ગ ગરીબ લોકો તથા લઘુ ઉદ્યોગને સાવ બાદાબાકી કરેલ છે.
મધ્યમ વર્ગ માટે ઉચ્ચ બજેટ: ડો. દર્શના બોરીચા
કેન્દ્ર સરકારનું આ બજેટ મધ્યમ વર્ગ માટે થોડી ખુશી લઈને આવ્યું હોય તેવું લાગે છે. જેમાં ઈન્કમટેકસ સ્લેબમાં થોડો સુધારો, સોના ચાંદીની ડયુટીમાં કાપ, હોમ લોનમાં વ્યાજ સબસિડી, મેડિકલ ક્ષેત્રમાં અમુક દવાઓને કસ્ટમ ડયુટી માફી, સૂર્યઘર યોજના હેઠળ 300 યુનિટ મફત વિજળી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. એક સ્ત્રી હોવાના નાતે સ્ત્રી સશકિતકરણ માટેના પ્રયાસ રૂપે મહિલાઓને સ્ટેમ્પ ડયુટીમાં રાહતની જાહેરાતને આવકારૂ છું. એકંદરે યુવા, ખેડુત, મહિલા વગેરે દરેક વર્ગને ધ્યાને લઈ આપેલુ સારૂ બજેટ છે. તેવું ડો. દર્શના બી. બોરીચા જણાવ્યું હતુ.