૧૬ નવદંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે: આશિર્વચન પાઠવવા સંતો-મહંતો રહેશે ઉપસ્થિત
ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૩ માર્ચના રોજ મંગળવારે આઠમો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ મારૂતિ હોલની બાજુમાં બુધવારીના પટમાં, કોઠારીયા મેઈન રોડ, માનવ ધર્મ આશ્રમ પાછળ ઉજવાશે. જેમાં ૧૬ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે.
આ કાર્યક્રમ નિમિત્તે ત્રિવેણી સંગમ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ‘અબતક’ના મહેમાન બન્યા હતા. તેમણે કહ્યું હતું કે, તા.૩ના રોજ સવારે ૬:૩૦ કલાકે જાનનું આગમન શે. સ્વાગત સામૈયા, દાતાઓનું સન્માન, ભોજન સમારંભ સહિતના આયોજનો ઘડી કઢાયા છે. નવદંપતિને ભેટ સ્વરૂપે ૧૦૦ી વધુ વસ્તુઓ આપવામાં આવશે. નવદંપતિને આશિર્વાદ પાઠવવા બાપા સિતારામ આશ્રમના મહંત ગાંડીયા બાપુ, આપા માંગાની જગ્યા (વાસાવડ)ના મહંત નરસંગ બાપુ, ગુપ્તેશ્ર્વર મહાદેવ (વાસાવડ)ના મહંત રાજેન્દ્રભારતી ગુરુશ્રી પ્રેમભારતી, ગુણેશ્ર્વર મહાદેવ મંદિરના અવધેશબાપુ, આનંદી આશ્રમના ટિકમદાસ બાપુ સહિતના ઉપસ્તિ રહેશે.
કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ નયનભાઈ મકવાણા, ઉપપ્રમુખ વર્ષાબેન રૈયાણી, ટ્રસ્ટી ચીમનભાઈ રામાણી, રજનીભાઈ સાંગાણી, ખજાનચી જયદિપભાઈ સિદપરા સહિતના જહેમત ઉઠાવી રહ્યાં છે.