સાત નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે: ૯૫ જેટલી વસ્તુઓ ભેટમાં અપાશે
નક્ષ સોશ્યલ ગ્રુપ દ્વારા આવતીકાલે તા.૨૩ને રવિવારે ચોથો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ સમૂહ લગ્નોત્સવમાં ૭ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. સમૂહ લગ્નમાં ભાગ લેનાર દિકરીઓને સોના-ચાંદીના દાગીના સહિત ૯૫ વસ્તુઓ ભેટમાં અપાશે.
આજે ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાનો પ્રીતિબેન પટેલ, નિરવભાઈ પટેલ, મેહુલ ભગત, ધરમવિરસિંહ, વિશાલભાઈ ચોટલીયા, સંકલ્પભાઈ ચાવડા, મેહુલભાઈ પટેલ, સંગીતાબેન પટેલ, ભાવિકાબેન સરધારા અને મહેશભાઈ રાઠોડ સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ વિશ્વેશ્વર મહાદેવ મંદિર, માલવીયા પોલીસ ચોકીની બાજુમાં મવડી મેઈન રોડ ખાતે ઉજવાશે. કાર્યક્રમ તા.૨૩ને રવિવારે સવારે ૭:૩૦ કલાકે શરૂ થશે. વધુ વિગતો માટે પ્રિતીબેન પટેલ મોબાઈલ નં.૭૩૫૯૬ ૯૩૯૦૦નો સંપર્ક સાધવા જણાવાયું હતું.