એટીએસનું સફળ ઓપરેશન :અન્ય ત્રણ બાંગ્લાદેશી આતંકીઓની શોધખોળ
ભારતમાથી જ ફંડ એકઠુ કરી ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃતિમા ઉપયોગ કરવાના નેટવર્કનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે. ગેરકાયદેસર દેશમા પ્રવેશ કરી અને અલકાયદાના ફેલાવો કરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરવામા આવી છે. જયારે અન્ય ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સાથે જ બનાવટી દસ્તાવેજો અને કટ્ટરવાદી સાહિત્ય કબ્જે કરવામા આવ્યુ છે.
લાંબા સમય બાદ ગુજરાત અને અમદાવાદમાં આતંકી સંગઠન અલકાયદા સક્રિય થયું છે. અલ કાયદા એ બાંગ્લાદેશી નાગરિકોને પોતાના આતંકી સંગઠન સાથે જોડી ભારતમાં કટ્ટરતા ફેલાવવા અને આતંકવાદના ફેલાવા માટે ફંડ એકઠું કરવા મોકલી આપ્યા હતા જેનો ગુજરાત એટીએસએ ખુલાસો કરી મોહમ્મદ સોજીબમિયા અહેમદ અલીની ધરપકડ કરી છે. સોજીબ અલ કાયદાના હેન્ડલર શરીફુલ ઇસ્લામ સાથે સંપર્કમા રહી અમદાવાદના મુસ્લિમ યુવકોને અલકાયદા સાથે જોડવાનું કામ કરતો હતો અને અલકાયદ નો પ્રચાર પ્રસાર કરતો હતો. સાથે જ બાંગ્લાદેશના શાયબા સાથે મળી કાવતરૂ રચતો હતો. જેમા સોજીબમિયાની સાથે આકાશખાન, મુન્નાખાન તથા અબ્દુલ લતિફ પણ બાંગ્લાદેશથી ગુજરાતમાં આવી આ પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું છે.
વધુમાં એટીએસના ડીઆઈજી દિપન ભદ્રને જણાવ્યુ હતુ કે, સોજીબમિયાંની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે સંગઠન માટે ફંડ એકઠું કરવું તે મુખ્ય જવાબદારી હતી સાથે જ બાંગ્લાદેશ ખાતેથી તેમને ઈન્ક્રીપ્ટેડ એપ્લિકેશન હથિયાર ચલાવવા અને વીપીએનનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી હતી. જેની મદદથી તેઓ બાંગ્લાદેશમાં તેમના આકાઓ સાથે સંપર્કમાં રહેતા હતા સાથે જ ભારત પ્રવેશ કર્યા બાદ પોતાના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા અને ભારતીય નાગરિક બની આતંકવાદનો ફેલાવો કરતા હોવાનો ખુલાસો થયો છે. સોજીબમિયાની ધરપકડ કરી તેના ઘરની તપાસ કરતા બોગસ દસ્તાવેજો તથા કટરવાદી સાહિત્ય મળી આવતા અનલોફુલ એક્ટિવિટી ઓફ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
આરોપીઓ દ્વારા અલકાયદા સાથે યુવાનોને જોડી આતંકવાદી બનાવવા માટે વર્ષ 2019થી બાંગ્લાદેશ થકી ગેરકાયદેસર ઘુસણખોરી કરવામાં આવતી હતી. જોકે ડિસેમ્બર 2021 બાદ આતંકી પ્રવૃતિમા વધારો કરવામા આવ્યો હતો. જે બાદ અમદાવાદમાથી બે યુવકો અલકાયદા સાથે ઝોડાયા હોવાનુ સામે આવ્યુ છે. મહત્વનું છે કે ન માત્ર ગુજરાત પરંતુ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ અલકાયદા સંગઠનના સભ્યો સક્રિય હોવાનુ સામે આવ્યુ છે અને તે રાજ્યોમાંથી પણ યુવકોને અલકાયદા સાથે જોડી કટ્ટરતા ફેલાવવાનુ ષડયંત્ર શરૂ કરવામા આવ્યુ છે. આતંકી મોડ્યુલમાં જોડાયેલા તમામ સભ્યો પાસે જેહાદી પ્રવૃત્તિ કરાવવામાં આવતી હતી. આ યુવાનોને શહીદી વોહરવા જેવી તાલીમ આપવામાં આવતી હોવાનો ખુલાસો પૂછપરછ દરમિયાન થયો છે.
આતંકવાદના ફેલાવા માટે ઉઘરાવેલું તમામ ફંડ આ કેસના ફરાર આરોપી અજારુલ ઇસ્લામ અન્સારી ઉર્ફે આકાશખાન દ્વારા અલકાયદાને મોકલવામાં આવતું હતું. જેથી એટીએસએ તેની શોધખોળ હાથ ધરી છે. સાથે જ આ ગુનાના ફરાર આરોપી મુન્ના ખાલીદ અન્સારી અને અબ્દુલ લતીફની પણ શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે 2021થી સક્રિય થયેલી આતંકી સંગઠનના સભ્યોએ કેટલા લોકોને પોતાની સાથે જોડ્યા અને કયા પ્રકારની તાલીમ આપવામાં આવી છે તથા દેશમાં કે દેશ બહાર મોટા હુમલાનું ષડયંત્ર ઘડાયું છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
શું છે અલકાયદા?
અલકાયદા આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન છે. અલકાયદાની સ્થાપના 1988માં ઓસામા બિન લાદેને કરી હતી. દુનિયાભરમાં 600થી વધારે આતંકી હુમલા કરાવવા પાછળ અલકાયદાનો હાથ છે. વર્ષ 2001માં અમેરિકામાં હુમલા પછી અલકાયદા ચર્ચામાં આવ્યું હતું. અલકાયદામાં અંદાજિત 10 થી 15,000 આતંકવાદીઓસક્રિય છે જે 60 થી 65 દેશોમાં ફેલાયેલા હોય તેવો અહેવાલ છે. અલકાયદાનો મુખ્ય હેતુ આતંકી હુમલા કરવા, આતંકીઓને ટ્રેઈન કરવા, ગેરકાયદે ફંડ એકત્રિત કરી યુવાઓના માઈન્ડ વોશ કરી આતંકી બનાવવાનો છે. જે બાદ અલકાયદા પોતાની મેલી મુરાદ પૂર્ણ કરવા આ યુવાનોનો ઉપયોગ કરે છે.
ફકત ગુજરાત જ નહીં પણ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્રમાં પણ અલકાયદાના આતંકી સક્રિય થયાના અહેવાલ!!
માત્ર ગુજરાત જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ અલકાયદા સંગઠનના સભ્યો સક્રિય હોવાનુ સામે આવ્યું છે. આ રાજ્યોમાંથી પણ યુવકોને અલકાયદા સાથે જોડી કટ્ટરતા ફેલાવવાનું ષડયંત્ર શરૂ કરવામા આવ્યું છે. આતંકી મોડ્યુલમાં જોડાયેલા તમામ સભ્યોને જેહાદ, હત્યા કરવી, હથિયારોની તાલીમ, મુસાફરી, પૈસા અને સમયનું બલિદાન આપવું, સાથે જ શહીદી વહોરવા જેવી તાલીમ આપવામાં આવતી હોવાનો ખુલાસો પૂછપરછ દરમિયાન થયો છે.
આતંકી હુમલાનું ષડયંત્ર?: એટીએસ દ્વારા તપાસનો ધમધમાટ
આતંકવાદના ફેલાવવા માટે ઉઘરાવેલું તમામ ફંડ આ કેસના ફરાર આરોપી અજારુલ ઇસ્લામ અન્સારી ઉર્ફે આકાશખાન દ્વારા કરવામાં આવતું હતું. જેથી એટીએસ એ તેની શોધખોળ હાથ ધરી સાથે જ આ ગુનાના ફરાર આરોપી મુન્ના ખાલીદ અન્સારી અને અબ્દુલ લતીફની પણ શોધખોળ હાથ ધરી છે. મહત્વનું છે કે 2021થી સક્રિય થયેલી આતંકી સંગઠનના સભ્યોએ કેટલા લોકોને પોતાની સાથે જોડ્યા અને કયા પ્રકારની તાલીમ આપવામાં આવી છે. દેશમાં કે દેશ બહાર મોટા હુમલાનું ષડયંત્ર ઘડાયું છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.